તાપી : જિલ્લાના વ્યારા નગર ખાતે તાપી જિલ્લા રથયાત્રા સમિતિ અને હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રા કોરોના કાળ બાદ પ્રથમ વાર વ્યારાના ફડકે નિવાસ ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરથી નીકળી હતી. વ્યારા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાનના પ્રસંગમાં રાજકીય મતભેદ ભૂલાયા, બાવળિયા-ફતેપરા એક જીપમાં સવાર થયા


આજે અષાઢ સુદ બીજને દિવસે વ્યારા નગર ખાતે રથયાત્રા સમિતિ અને હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા ફડકે નિવાસ ખાતે આવેલ રાધા કૃષ્ણ મંદિરેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભગવાન જગન્નાથજી અને બેન સુભદ્રા તેમજ ભાઈ બલરામના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રથયાત્રાને લઈ પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ રથયાત્રા વ્યારાના વિવિધ વિસ્તારોમાં ફરી સ્ટેશન રોડ પર આવેલ રાધા કૃષ્ણ મંદિરે પૂર્ણ થઇ હતી. જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.


વલસાડમાં કોરોનાનો હૃદય વલોવી નાખતો કિસ્સો, 2 વર્ષની બાળકીનું કોરોનાને કારણે મોત


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સૌથી મોટી રથયાત્રા બાદ ગુજરાતનાં લગભગ તમામ સ્થળો પર રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના લગભગ લગભગ તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં રથયાત્રાનું ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે. શાંતિપુર્ણ રીતે ગુજરાતમાં રથયાત્રાનું આયોજન પણ થાય છે. તાપીમાં પણ સંપુર્ણ શાંતિ સાથે રથયાત્રા પુર્ણ થઇ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube