વલસાડમાં કોરોનાનો હૃદય વલોવી નાખતો કિસ્સો, 2 વર્ષની બાળકીનું કોરોનાને કારણે મોત
Trending Photos
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો કોરડો વિંઝાઇ રહ્યો છે. રાજ્યમાં જાણે કે ચોથા વેવની શરૂઆત થઇ ચુકી હોય તેવું લાગી રહ્યું છે. કાલે જ રાજ્યમાં કોરોનાના કુલ 547 કેસ નોંધાયા હતા. સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે કોરોનાનો રિકવરી રેટ પણ રાજ્યમાં સતત ઘટી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. જો કે સરકાર રસીકરણ મોરચે પણ લડી રહી છે પરંતુ કોરોના સામે તમામ સરકારો અને તંત્ર લાચાર થઇ જતા હોય તેવું લાગી રહ્યું છે.
રાજ્યનાં વલસાડમાં કોરોનાનો એક ખુબ જ વિચિત્ર કેસ સામે આવ્યો હતો. આ કેસ પરથી સ્પષ્ટ થાય છે કે, વલસાડ જિલ્લા આરોગ્ય તંત્ર ભલે મોટી મોટી વાતો કરે પરંતુ કોરોનાના કેસને ડામવામાં નિષ્ફળ નિવડ્યું છે. નાગરિકો તો નાગરિકો પરંતુ વલસાડમાં 2 વર્ષની બાળકી કોરોના પોઝિટિવ થતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. વલસાડ જેવા જિલ્લામાં સતત વધતા કોરોનાના કેસ ચિંતાજનક બાબત છે. વલસાડમાં 2 વર્ષના બાળકને કોરોનાથી મોત નિપજ્યું હતું.
વલસાડ જિલ્લા 22 કેસ આવ્યા અને એક્ટિવ કેસ ની સંખ્યા 93 પર પહોંચી ચુકી છે. વલસાડ જિલ્લામાં ધીરે ધીરે કોરોનાના કેસો વધી રહ્યા છે. જિલ્લા કલેકટરે પણ સરકારી કચેરીમાં માસ્ક ફરજિયાત કર્યું છે. ત્યારે આજે બે વર્ષના બાળકનું કોરોનાથી મોત થઇ જતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત આ 2 વર્ષની બાળકીને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે મુદ્દે પણ તંત્ર દોડધામ કરી રહ્યું છે. આ ઉપરાંત બાળકને કોરોના થાય તો તેને પકડવો જ મુશ્કેલ કામ છે. કારણ કે બાળકને શરદી ઉધરસ થાય છે અને થોડા દિવસોમાં તે ઘાતક બની જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે