સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ભિલોડાથી ગાંભોઈ રોડ ઉપર આવેલા એક ગામે પ્રેમી પંખીડા ઉપર થયેલા અત્યાચારનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સમાજના લોકો દ્વારા પાંચ માસ અગાઉ ભાગી ગયેલા સગીર વયના યુવક અને યુવતી ને પકડી પાડવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યુવક અને યુવતીને સમાજના કેટલાક લોકો દ્વારા સજા રૂપે સામસામે ઉભા રાખી એક બીજાને જુતાનો હાર પહેરાવવા તેમજ એક બીજાના મોઢા કાળા કરવાની શિક્ષા અપાઈ હતી ત્યારે આ ઘટનાના વાયરલ થયેલા વિડીઓએ ચકચાર મચાવી હતી. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પણ પડતાલ ચાલુ કરી હતી.


સુરત: બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ પર CBIની લાલ આંખ, 48 સ્થળે દરોડા



આ મામલે આ પ્રેમી પંખીડાઓ મામા ફોઈનાં બાઈ બેન થતા હતા. ઉપરાંત બંને પ્રેમી પંખીડાઓ સગીર વયના હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આ પ્રેમી પંખીડાઓના વાયરલ થયેલા અત્યાચારનાં વિડીયો બાબતે સમાજમાં એક દાખલો બેસાડવા માટે આવી શિક્ષા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મામલે સમાજના લોકો દ્વારા બંને પક્ષે સમાધાન થતા પોલીસ ફરિયાદ પણ નોધાઇ નથી.