વડોદરા: ગુજરાત સહિત દેશમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા વેક્સીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વેક્સીનના અપૂરતા જથ્થાને કારણે વેક્સીનેશન પ્રક્રિયામાં અવરોધ આવી રહ્યા છે. એવામાં વડોદરા શહેરમાં વેક્સીનનો સ્ટોક ન હોવાને કારણે 45 વર્ષથી ઉપરના લોકોને આવતીકાલે પણ વેક્સીન મળશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપે જાણકારી આપતા જમાવ્યું હતું કે, આવતીકાલે 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન મળી શકશે નહીં. વેક્સીનનો સ્ટોક ન હોવાથી આજે 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન મળી શકી ન હતી.


આ પણ વાંચો:- Viral Video: કોરોનીયા તું ક્યાંથી આવ્યો... કોરોનાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપતો વીડિયો વાયરલ


વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, 18 થી 44 વર્ષના લોકોને પણ આવતી કાલે 76 માંથી 38 સેન્ટરો પર વેક્સીન મળી શકશે નહીં. માત્ર 38 સેન્ટરોમાં પ્રત્યેક સેન્ટર પર 100 વેક્સીન આપવામાં આવશે. જો કે, ગુરૂવારથી તમામ લોકોને વેક્સીન મળી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube