થરાદમાં લોક ડાયરામાં રાજભાના ગીતો પર લોકો ઝૂમ્યા, થયો રૂપિયાનો વરસાદ
થરાદમાં કેનાલની બાજુમાં આવેલા સાર્વજનિક સ્મશાન ભૂમિના લાભાર્થ અર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં ગુજરાતના જાણીતા કલાકારો સંગીતા લાબંડીયા, રાજભા ગઢવી, દેવરાજ ગઢવી હાજર રહ્યાં હતા.
અલ્કેશ રાવ, બનાસકાંઠા: થરાદમાં સાર્વજનિક સ્મશાન પાસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકરો અને લોકોએ પુલવામાં શહીદો માટે માટે બે મિનિટ મૌન ધારણ કરી તેમને શ્રધાંજલિ આપી હતી. ત્યારે લોક ડાયરામાં રાજભા ગઢવીના ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા હતા અને સાથે સાથે લોકોએ રૂપિયાનો વરસાદ પણ વરસાવ્યો હતો.
વધુંમાં વાંચો: હારીજમાંથી 500 કિલો ગાંજો અને પોસ ડોડાનો જથ્થો ઝડપાયો, ખેડૂતની ધરપકડ
બનાસકાઠાં જિલ્લાના થરાદમાં કેનાલની બાજુમાં આવેલા સાર્વજનિક સ્મશાન ભૂમિના લાભાર્થ અર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં ગુજરાતના જાણીતા કલાકારો સંગીતા લાબંડીયા, રાજભા ગઢવી, દેવરાજ ગઢવી હાજર રહ્યાં હતા. ત્યારે લોક ડાયરની શરૂઆત કરતા પહેલા ગુજરાતના કલાકારો અને ત્યાં હાજર લોકો દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનો માટે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આફી હતી.
વધુંમાં વાંચો: ગુજરાતનો આ રાજવી પરિવાર ચાર પેઢીથી કરી રહ્યો છે ‘દેશ સેવા’
સાર્વજનિક સ્મશાન ભૂમિના લાભાર્થ માટે યોજાયેલ ડાયરામાં રાજભા ગઢવી અને સંગીતા લાબંડીયાના લોક ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા હતા. તો બીજી બાજુ લોકોએ રૂપિયાનો વરસાદ પણ વરસાવ્યો હતો. તો લોક ડાયરામાં કલાકારો પર થયેલા રૂપિયાના વરસાદની રકમ નવીન બનાવેલા સાર્વજનિક સ્મશાન ભૂમિના લાભાર્થમાં વાપરવામાં આવશે.