રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે વહેલી સવારથી લાંબી લાઈનો!
સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે EKYC ફરજિયાત કરી દીધી છે. આગામી 31 ડિસેમ્બર EKYC કરવાની અંતિમ તારીખ હોવાથી શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલ પુરવઠા વિભાગની કચેરીમાં EKYC કરવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના વિવિધ પૂરવઠા ઝોન ઓફિસમાં EKYC કરવા લોકોની લાંબી કતારો લાગી છે. વહેલી સવારથી જ લોકો રેશનકાર્ડની EKYC કરવા લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.કચેરી દ્વારા બુધવાર, ગુરૂવાર બે જ દિવસ બપોરે 3 થી 6 દરમિયાન EKYC કરવામાં આવી રહ્યું છે. ઝી 24 કલાકની ટીમને જોઈ બપોર 3 વાગ્યાના બદલે 11 વાગ્યાથી જ EKYC ની કામગીરી શરૂ કરી દીધી છે. રેશનકાર્ડ ધારકો કામ ધંધો છોડી કલાકો સુધી લાઈનમાં ઉભા રહી રહ્યા છે.કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ નંબર નહીં લાગતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે યુવાનો વૃદ્ધ, સહિત મહિલાઓ એક લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.
શિક્ષકોના વિદેશમાં જલસા; સુરતના આચાર્ય 33 વાર દુબઈ ગયો, થયો ચોંકાવનારો ખુલાસો
સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે EKYC ફરજિયાત કરી દીધી છે. આગામી 31 ડિસેમ્બર EKYC કરવાની અંતિમ તારીખ હોવાથી શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલ પુરવઠા વિભાગની કચેરીમાં EKYC કરવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ કચેરી દ્વારા માત્ર અઠવાડિયાના બે દિવસ જ એ કહેવાય છે ને કામગીરી કરવામાં આવતા લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. વાત કરીએ અડાજન પૂરવઠા વિભાગની કચેરીની જ્યાં લોકો વહેલી સવારે સાત વાગ્યાથી જ અહીં રેશનકાર્ડની EKYC કરવા આવી પહોંચ્યા છે. કચેરીમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મહિલા, પુરુષ, વૃદ્ધ સહિત તમામ લોકો એક જ લાઇનમાં ઊભા છે તો ક્યાંક લોકોનું ટોળું જોવા મળી રહ્યું છે. પુરવઠા વિભાગની કચેરીની અવ્યવસ્થાના કારણે લોકો ભારે હાલાકીમાં પોતાના કામ કરતા નજરે પડી રહ્યા છે.
S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! લિસ્ટમા છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયા ભાવ
લોકોનું માનવુ છે કે સરકારે એ EKYC તો ફરજિયાત કરી દીધી છે પરંતુ વ્યવસ્થા અહીં દેખાતી જ નથી. નંબર લગાવવા માટે વહેલી સવારે કામ ધંધો છોડીને સાત વાગે અહીં આવી પહોંચી રહ્યા છે. કલાકો સુધી ઠંડી કે પછી તડકામાં ઊભા રહેવું પડી રહ્યું છે. તારે કચેરી દ્વારા બહાર એક નોટિસ લગાવી દેવામાં આવી છે. જ્યાં બપોરે ત્રણ થી છ વાગ્યાનો સમય EKYC કરવા માટે રાખવામાં આવ્યો છે. કરે એટલા બધા લોકોની સામે માત્ર ત્રણ કલાક જ અઠવાડિયાના બે દિવસ EKYC કરવામાં આવી રહી છે. અનેક લોકો આવા છે કે તેઓના ત્રણ કલાક સુધીમાં નંબર પર નહીં લાગતા અને કામગીરી કર્યા વગર જ ઘરે પાછા ફરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે અહીંના અધિકારીઓ સંતોષકારક જવાબ પણ નહીં આપતા છે.
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના
આ એક પુરવઠા જોઈને વાત નથી પરંતુ શહેરના તમામ પુરવઠા જોન ઓફિસમાં આ જ રીતના લોકોનો રેશનકાર્ડને કામગીરી ને લગતી ઘસારો જોવા મળી રહ્યો છે. તંત્રની અપૂરતી વ્યવસ્થા ની વચ્ચે લોકો હેરાન પરેશાન થઈને રેશનકાર્ડની કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. રોજિંદા નોકરીએ જતા લોકોને પણ ભારે હાલ આખી વેતવી પડી રહી છે. કામ પર ના જતા તેઓ કલાકો સુધી અહીં લાઇનમાં ઊભા રહીને કામ કરી રહ્યા છે.ત્યારે લોકો અહીં સ્ટાફ વધાવવાની સાથે વૉર્ડ પ્રમાણે રેશનકાર્ડ EKYC કામગીરીની વ્યવસ્થા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં!