રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: કચ્છ જિલ્લામાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ પધરામણી કરી છે અને રાજ્યમાં સૌથી વધારે વરસાદ સરહદી જિલ્લા કચ્છમાં વરસ્યો છે. જિલ્લામાં ચાલુ સીઝનમાં 99.44 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. મધ્યમ સિંચાઇના અને નાની સિંચાઇના અનેક ડેમો છલકાઈ ચૂક્યા છે. તો આજે અબડાસાના કચ્છની સૌથી મોટી ગૌશાળા અને પાંજરાપોળ ધરાવતા રાતા તળાવ ખાતે મેઘ લાડુ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અઠવાડિયા સુધી અવિરત વરસાદ પડતાં અબડાસાનાં મોટા ભાગનાં તળાવ અને ડેમ છલકાઈ ગયા સાથે ઐતિહાસિક અને જેમનાં નામથી મા આશાપુરાનું સ્થાનક ઓળખાય છે એ "રાતા તળાવ" પણ ઓગન્યું હતું. ત્યારે આ મેઘમહેરને સંતો મહંતોનાં વરદહસ્તે પોંખવા અને આ કુદરતી મહેરને યાદગાર કરવા "મેઘ લાડુ" નાં પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.


આચાર્યની હેવાનિયત: વિદ્યાર્થીઓને નગ્ન કરી વિકૃતિની તમામ હદો કરતો પાર, વીડિયો વાયરલ


આ વર્ષે અબડાસામાં વરસાદ સારો થયો અને અછત પુરી થઈ ગઈ છે. આ વર્ષે અબડાસામાં આજ સુધી 485 મીમી એટલે કે 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે 1992 થી 2022 સુધીના સરેરાશ વરસાદ કરતા 70 મીમી વધારે છે. આ વર્ષે અબડાસામાં 116.87 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પરિણામે અહીંના તળાવો ડેમો છલકાઈ ગયા છે. ત્યારે આજે મેઘમહેરને વધાવવા એક મહોત્સવ રૂપી મેઘલાડુંના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વરુણ દેવના વધામણાં સ્વરૂપે રાતા તળાવને વિધિવત રીતે વધાવવામાં આવ્યું હતું.


એક ગુજરાતી ચલાવતો હતો ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક, જાણો કઈ રીતે થયો પર્દાફાશ


મેઘલાડું તેમજ તળાવ વધામણાંના કાર્યક્રમમાં અબડાસા તાલુકાના 18 વર્ણના લોકો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ ગુજરાતના જુદાં જુદાં જીલ્લાઓ, મુંબઈ અને બેંગ્લોરથી સંસ્થા સાથે જોડાયેલા લોકો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તો ગૌશાળાની ગાયોને પણ મેઘ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. તળાવ વધાવતી વખતે તળાવમાં પોંખવામાં આવેલ પ્રથમ નાળિયેરને લઈ આવનાર તરવૈયાને 5100 રૂપિયાનું પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube