રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળા ઘર બહાર ઉમટી પડ્યા, પોલીસની ગાડી પર પથ્થરમારો
કોરોનાને લઈને રાજકોટનો હોટસ્પોટ બની બેઠેલા જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઘરની બહાર નીકળી પડ્યા હોવાના અહેવાલ છે. લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો પણ કર્યો. SRP જવાન દ્વારા ટીયર ગેસના શેલ છોડાયા હોવાની પણ ચર્ચા છે.
રક્ષિત પંડ્યા,/રાજકોટ: કોરોનાને લઈને રાજકોટનો હોટસ્પોટ બની બેઠેલા જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઘરની બહાર નીકળી પડ્યા હોવાના અહેવાલ છે. લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો પણ કર્યો. SRP જવાન દ્વારા ટીયર ગેસના શેલ છોડાયા હોવાની પણ ચર્ચા છે. એવું જાણવા મળ્યું છે કે આ મામલે 20 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. પોલ ીસના જણાવ્યાં મુજબ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં કોરોનાનો હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં લોકોએ ઘરની બહાર નીકળીને હોબાળો મચાવ્યો છે. ગઈ કાલે રાતે ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારમાં પતરા તોડી નાખવામાં આવ્યાં. લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો પણ કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારીઓ સહિતના લોકો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યાં. પોલીસ કાફલો પહોંચતા જ મામલો થાળે પાડવામાં આવ્યો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube