સોશિયલ મીડિયા પર ભારત વિરોધી કન્ટેન્ટ શેર કરવાના આરોપી કોંગ્રેસ નેતા અફઝલ લાખાણીની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી. આ સાથે જ કહી દીધુ કે દેશમાં રહેતા લોકોએ દેશ પ્રત્યે વફાદાર પણ રહેવું જોઈએ. આ સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે દેશના પ્રધાનમંત્રી અને તેમના દિવંગત માતા હીરાબેન અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામીન અરજી પર સુનાવણી કરી રહેલા જસ્ટિસ એનએસ દેસાઈએ  કહ્યું કે જે લોકો ભારતમાં રહે છે તેમણે ભારત પ્રત્યે વફાદાર પણ રહેવું જોઈએ...સામગ્રીની તપાસમાં જાણવા મળ્યું છે કે અરજીકર્તાએ કેટલીક એવી ટિપ્પણી કરી છે જે એક વિશેષ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે અને કેટલીક એવી પોસ્ટ છે જે અપમાનજનક છે. આવી જ કેટલીક અન્ય સામગ્રીઓ છે જેની સમાજ પર મોટા સ્તર પર અસર થઈ શકે છે. 


કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ કોઈને પસંદ કે નાપસંદ કરી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે દેશના પીએમ અને તેમના દિવંગત માતા વિરુદ્દ અપમાનજનક ભાષાનો ઉપયોગ શરૂ કરી દે. કોર્ટે કહ્યું કે તે પોસ્ટ્સમાં ભાષા એટલી અપમાનજનક છે કે તેમને આ આદેશમાં સામેલ કરવી શક્ય નથી. વિચાર કરવા પર કોર્ટે જાણ્યું કે ભારતીય નાગરિક અરજીકર્તાએ સમાજની શાંતિ અને સદભાવનાને અસ્થિર કર્યા છે. 


કોર્ટના જણાવ્યાં મુજબ  પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળે છે કે આ પોસ્ટ્સ એજન્ડાથી પ્રેરિત છે. જો આવી વ્યક્તિને જામીન આપવામાં આવે તો શક્ય છે કે તે અલગ નામ કે ફેક આઈડીથી આવો ગુનો ફરીથી કરે. 


NPPA એ ડાયાબિટિસ, હાઈ બીપી સહિત 23 દવાઓની રિટેલ કિંમત નક્કી કરી, જાણો શું છે ભાવ?


હાથ બાંધેલા, શરીર પર લેડીઝ અંડરગાર્મેન્ટ્સ..બેંક મેનેજરના 'આપઘાત'ની ઘટનાથી હડકંપ


ભોજપુરી સિંગરની ગંદી હરકત, સગીરા સાથે રેપ બાદ શેર કરી તસવીર, પછી જે થયું...


શું છે આરોપ
લાખાણી પર એવા 18 પેજ તૈયાર કરવાનો આરોપ છે જ્યાં તે આવી ભારત વિરોધી પોસ્ટ કરતો હતો. જેનાથી સમાજમાં સાંપ્રદાયિક અશાંતિ થઈ શકતી હતી. આવી પોસ્ટ્સમાં માત્ર પ્રધાનમંત્રીને જ નિશાન બનાવવામાં આવ્યા છે એવું નથી, તે ઉપરાંત એક ખાસ સમુદાય વિરુદ્ધ પણ ટિપ્પણીઓ કરાઈ છે. આરોપ છે કે તે પાકિસ્તાન અને અન્ય દેશોમાં આંતરરાષ્ટ્રીય કોલ પણ કરતો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube