નવનીત દલવાડી/ભાવનગર: શહેરના લોકોએ આજે એક અવકાશીય ખગોળીય ઘટનાનો તાદૃશ્ય અનુભવ કર્યો હતો. એક એવી ઘટના કે જે વર્ષમાં માત્ર બે વખત જોવા મળે છે અને તે છે ઝીરો શેડો ડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે આપણે જોતા આવ્યા છીએ કે આપણો પોતાનો પડછાયો આપણી સાથ ક્યારેય છોડતો નથી, પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન બે વખત એવી ખગોળીય ઘટના બને છે. જેમાં આપણો પોતાનો પડછાયો આપણો સાથ છોડી દે છે, એટલે કે થોડી ક્ષણો પૂરતો ગાયબ થઈ જાય છે. અવકાશમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાને પહોંચે ત્યારે અમુક ક્ષણો પુરતો પડછાયો સાથ છોડી દે છે. જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે.


સૌથી મોટા સમાચાર: ખોડલધામ ચેરમેન નરેશ પટેલની રાજકીય હલચલ પર IBની વોચ ગોઠવાઈ


પૃથ્વી પોતાના પરિભ્રમણ દરમ્યાન સૂર્ય બાજુ 23.5 ડિગ્રીની ધરી ઝુકીને પરિભ્રમણ કરે છે અને આ કારણે જ આપણને જુદી જુદી ઋતુઓનો અનુભવ થાય છે. દક્ષિણ વિષુવવૃત્ત એટલે ઉત્તરાયનની દિશામાં અને વર્ષમાં ફરી દક્ષિણાયનમાં અમુક ચોક્કસ અંતરે 23.5 ડિગ્રી ઉત્તરાયન અને -23.5 ડિગ્રી દક્ષિણાયન પરિભ્રમણ કરે છે, જેમાં અક્ષાંશ વચ્ચેના બે અયન બિંદુઓએ સમપ્રકાશીય હોય છે. આથી વર્ષમાં બે વખત અમુક સેકન્ડ્સ માટે પડછાયો ગાયબ થઇ જાય છે.


CM આવાસ પર ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ કરી શુભેચ્છા મુલાકાત, જાણો અમદાવાદમાં GTના ભવ્ય રોડ શોની રૂપરેખા


ભાવનગરમાં આ ઘટના 30 મે, 2022ના રોજ 12.39 કલાકે જોવા મળી હતી. આવી અવકાશીય ઘટનાના સાક્ષી બની શકે અને તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજી શકે તેવા હેતુથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા સેન્ટર ખાતે ખાસ ઝીરો શેડો પ્રત્યક્ષ નિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે ઘટનાને તાદૃશ્ય નિહાળવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube