સૌથી મોટા સમાચાર: ખોડલધામ ચેરમેન નરેશ પટેલની રાજકીય હલચલ પર IBની વોચ ગોઠવાઈ

વિધાનસભાની ચૂંટણી ટાણે પાટીદારોને રીઝવવા માટે નરેશ પટેલ મહત્વપૂર્ણ ફેક્ટર માનવામાં આવે છે. ત્યારે નરેશ પટેલની રાજકીય એન્ટ્રી અને રાજકીય હલચલ પર IBની નજર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૌથી મોટા સમાચાર: ખોડલધામ ચેરમેન નરેશ પટેલની રાજકીય હલચલ પર IBની વોચ ગોઠવાઈ

ઝી ન્યૂઝ/રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાય છે તેણે લઈને છેલ્લા એકાદ મહિનાથી ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ-કોંગ્રેસ અને આપમાં તેમને જોડાવવા માટે નિમંત્રણ મળી ચૂક્યું છે. ત્યારે આજે નરેશ પટેલની રાજકીય એન્ટ્રી પર મોટા સમાચાર મળી રહ્યા છે. નરેશ પટેલની રાજકીય હલચલ પર IBની નજર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, વિધાનસભાની ચૂંટણી ટાણે પાટીદારોને રીઝવવા માટે નરેશ પટેલ મહત્વપૂર્ણ ફેક્ટર માનવામાં આવે છે. ત્યારે નરેશ પટેલની રાજકીય એન્ટ્રી અને રાજકીય હલચલ પર IBની નજર હોવાનું જાણવા મળી રહ્યું છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના સમાચાર વચ્ચે IBની વોચ ગોઠવાઈ છે. એટલું જ નહીં, નરેશ પટેલ કોને મળે છે, શું કરે છે? તેના પર IB નજર રાખી રહ્યું છે. નરેશ પટેલ ક્યાં જાય છે તેની માહિતી પણ IB એકત્ર કરે છે. 

ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ ક્યાં જશે તે હજી નક્કી નથી. નરેશ પટેલની રાજકીય એન્ટ્રી પર હજી પણ પ્રશ્નાર્થ છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાએ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે આજે એક મોટુ નિવેદન આપ્યું હતું. રામ મોકરિયાએ નરેશ પટેલ માટે મન કી બાત કરી છે. જેમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા મુદ્દે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે નરેશ પટેલે કોઈ પણ પાર્ટીમાં ન જોડાવવું જોઈએ. રાજકારણમાં જોડાવવા અંગે નરેશ પટેલે જાતે જ નિર્ણય કરવો જોઈએ. તેઓ મોટા બિઝનેસમેન અને સામાજિક આગેવાન છે. મારી દ્રષ્ટીએ તેમને કોઈ પાર્ટીમાં ન જોડાવવું જોઈએ. તેઓ કોઈ પણ પાર્ટીમાં જોડાય તે તેમની ઈચ્છા છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની લાંબી સમયની અટકળોનો આખરે અંત આવ્યો હતો. છેલ્લા એક મહિનાથી ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલના નામની ભારે ચર્ચા હતી. તેઓ કયા પક્ષમાં ક્યારે જોડાશે તેના પર સૌની નજર હતી. ત્યારે હવે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયુ હતું. ખોડધામના ચેરમેન નરેશ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નરેશ પટેલ કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય. તેઓ આ મામલે આજે પત્રકારો સાથે નરેશ પટેલ ચર્ચા કરશે. 

તારીખ પે તારીખ બાદ નરેશ પટેલ પત્રકારો સાથે હળવા મને ચર્ચા કરશે. કહેવાય છે કે, નરેશ પટેલે કોંગ્રેસના નેતા સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેના બાદ તેઓ ફાર્મ હાઉસથી પાછલા દરવાજે જતા રહ્યા હતા. જોકે, સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નરેશ પટેલ કોંગ્રેસ જ નહિ, પરંતુ એકપણ રાજકીય પાર્ટીમાં નહિ જોડાઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news