Amreli News કેતન બગડા/અમરેલી : મકરસંક્રાંતિનો તહેવારને લઈને આજે સૌ કોઈ નાના મોટા સવારથી જ ધાબા ઉપર ચડી જાય છે અને પતંગ ઉડાવે છે. ધાબા ઉપર મોટી સંખ્યામાં પરિવાર સહિત લોકો એકઠા થાય છે અને પતંગ ઉડાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાયણ હોય એટલે લોકો વહેલી સવારથી જ પોતાની અગાશી ઉપર ચડી જાય છે એને પતંગ ઉડાવે છે. ત્યારે અમરેલી જિલ્લાની વાત કરીએ તો આજે અમરેલી જિલ્લામાં સવારથી જ પવન ના હોવાને લઈને પતંગ રસીકોમાં નિરાશા જોવા મળી રહી છે. સવારથી જ લોકો સારો પવન રહે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ પવન ના હોવાને લીધે પતંગ રસિકોમાં નિરાશા જોવા મળી રહી છે.


પતંગ ચગાવવા અમિત શાહ વેજલપુરના ધાબે પહોંચ્યા, કાર્યકર્તાઓ સાથે મનાવી ઉત્તરાયણ


અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ પવન ના હોવાને લઈને પતંગ ઉડાવનારા લોકોમાં નિરાશા જોવા મળી રહે છે. આમ તો ઉત્તરાયણમાં આકાશ પતંગોથી ભરાયેલું જોવા મળે છે. પરંતુ વહેલી સવારથી જ પવન ના હોવાને લઈને આકાશમાં નહિવત પતંગ જોવા મળી રહી છે.


Today Weather Update : ઠંડીનું ઠુઠવાયુ અડધુ ગુજરાત, 24 કલાક બાદ કાતિલ ઠંડીની આગાહી


મકરસંક્રાંતિના તહેવારમાં લોકો સવારથી જ અગાશી ઉપર ચડી જાય છે ને પતંગ ઉડાવે છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ લોકો તલની ચીકી, સિંગની ચીકી, મમરાના લાડું અને શેરડીની મજા માણી રહ્યા છે. સવારથી જ અગાસી ઉપર ચડીને પતંગની મજા માણતા લોકો જોવા મળે છે. પરંતુ આજે પવનના હોવાને લઈને પતંગ ઉડાવનાર લોકોમાં નિરાશા જોવા મળી રહી છે.


ઉત્તરાયણ આવે એટલે મોટી ઉંમરનાથી લઈને નાના બાળકો સહિતના સૌ કોઈ વહેલી સવારથી જ અગાસી ઉપર જતા રહે છે અને પતંગ ઉડાવે છે. લોકો આખો દિવસ અગાસી પર રહે છે અને વિવિધ વાનગીઓની મજા પણ સાથે માણતા હોય છે. ત્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં આજે સવારથી જ પવન ઓછો હોવાને લઈને પતંગ રસિકોમાં નિરાશા જોવા મળી રહી છે.


સ્કૂલ પિકનિકમાં વિદ્યાર્થીનીનું મોત : સૂરજ ફન વર્લ્ડની વોટર સ્લાઈડના દોરડામાં ફસાયો