નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગરના (Bhavnagar) નારી ગામમાં આજે પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે. મનપામાં (Bhavnagar Municipal Corporation) સમાવિષ્ટ કરાયેલા નારી ગામના (Nari Village) લોકોને છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી મળી રહ્યું નથી. મનપા દ્વારા રોજના 15 જેટલા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનો પ્રયાસ કરાય છે. પરંતુ 8 હજારથી વધુ વસ્તી ધરાવતા લોકો પાણી વગર અકળાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા થોડા દિવસોમાં જ પાણી મળી જશેનું રટણ કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર મહાનગપાલિકામાં (Bhavnagar Municipal Corporation) 2015 માં સમાવિષ્ટ કરાયેલા પાંચ ગામો પૈકી નારી ગામમાં (Nari Village) પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. લોકોને છેલ્લા 20 થી વધુ દિવાસોથી પીવાનું પાણી (Drinking Water) મળી રહ્યું નથી. ત્યારે લોકોની તરસ છીપાવવા 8 હજારથી વધુની વસ્તી સામે માત્ર 10 થી 15 ટેન્કર પાણી ઠાલવી સંતોષ માની રહ્યું છે. તંત્ર દ્વારા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ અને સંપ (Filter Plant And Harmony) બનાવવામાં આવ્યા છે પરંતુ અધિકારીઓની અણઆવડતના કારણે કામ ગોકળગતીએ થઈ રહ્યું હોય લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે.


આ પણ વાંચો:- સરકારના પ્રતિબંધથી પોરબંદરવાસીઓ મુશ્કેલીમાં મુકાયા, વેપારીઓની સ્થિતિ કફોડી બની


ગત ટર્મ અને આ વર્ષે પણ કોંગ્રેસમાંથી (Congress) ચુંટાઈ આવેલા એક માત્ર ચિત્રા, ફુલસર અને નારી ગામના (Nari Village) કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલએ પણ તંત્રની અણઆવડતને પગલે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે, લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. ત્યારે તંત્રએ થઈ રહેલા કામમાં ગતિ લાવવી જોઈએ નહિતર લોકોને ગામમાંથી હિજરત કરવાનો વારો આવશે.


આ પણ વાંચો:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ભાજપમાં ભડકો, 8 સભ્યોને કર્યા સસ્પેંડ


મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, નારી ગામમાં મહી પરીએજ આધારિત 5 એમએલડી ક્ષમતા ધરાવતા ફિલ્ટર પ્લાન્ટનું કામ ચાલુ છે. તેમજ થોડા દિવસોમાં નારી ગામને પાણીનો સપ્લાય શરૂ કરી દેવામાં આવશે સાથે અધિકારીએ નારી ગામમાં પાણી સપ્લાય ડિસ્ટર્બ થયો હોવાનું અને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube