સરકારના પ્રતિબંધથી પોરબંદરવાસીઓ મુશ્કેલીમાં મુકાયા, વેપારીઓની સ્થિતિ કફોડી બની

કોરોના મહામારીના (Corona Epidemic) કારણે છેલ્લા ઘણા સમયથી તહેવારોની ઉજવણી મોફૂક રહેતા દેશના વેપાર-ધંધાની કમર તોડી નાંખી છે. ત્યારે કોરોનાની હોળી-ધૂળેટીના તહેવાર (Holi-Dhuleti Celebrations) પર પણ પડી છે

સરકારના પ્રતિબંધથી પોરબંદરવાસીઓ મુશ્કેલીમાં મુકાયા, વેપારીઓની સ્થિતિ કફોડી બની

અજય શીલુ/ પોરબંદર: કોરોના મહામારીના (Corona Epidemic) કારણે છેલ્લા ઘણા સમયથી તહેવારોની ઉજવણી મોફૂક રહેતા દેશના વેપાર-ધંધાની કમર તોડી નાંખી છે. ત્યારે કોરોનાની હોળી-ધૂળેટીના તહેવાર (Holi-Dhuleti Celebrations) પર પણ પડી છે. રાજ્યમાં હોળી પ્રગટાવવાની છૂટ આપી છે. જ્યારે રંગોત્સવ પર સરકારે પ્રતિબંધ (Dhuleti Ban) જાહેર કરતા કલર-પીચકારી સહિતની વસ્તુઓના વેચાણ કરનાર વેપારીઓને (Porbandar Traders) મોટી નુકસાન સહન કરવાનો વારો આવનાર હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

કોરોના મહામારીના પગલે પોરબંદર (Porbandar) જિલ્લામાં ગત વર્ષે જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી સહિતના તમામ મુખ્ય તહેવારની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હાલમાં ફરી એક વખત રાજ્યમાં કોરોનાની નવી લહેર આવતા હોળીના (Holi Celebrations) તહેવાર દરમ્યાન માત્ર હોલિકા દહનની છૂટ આપવામાં આવી છે. જ્યારે કલર-સહિતથી ધૂળેટી રમવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ (Dhuleti Ban) લગાવતા પોરબંદરમાં મહિનાઓ પૂર્વે પીચકારી-સહિતની અવનવી વેરાયટીઓ અને કલર-ગુલાલ સહિતનો સ્ટોક કરી મોટુ રોકણ કરી ચુકેલા વેપારીઓની (Porbandar Traders) સ્થિતિ કફોડી બની છે.

પોરબંદરમાં કલર-પીચકારી સહિતનો સિઝનલ વેપાર કરતા વેપારીઓએ રુપિયા 50 હજારથી લઈને 2 લાખ સુધીનો માલનો સ્ટોક વેચાણ માટે ખરીદી કરી છે. પરંતુ સરકારે પ્રતિબંધની જાહેરાત કરતા ગ્રાહકો પીચકારી કલરની ખરીદી કરવાનુ ટાળતા હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને વેપારીઓએ એવુ જણાવ્યુ હતુ કે, હાલમાં કોરોના વાયરસને કારણે ધંધા રોજગાર મંદ હોય તેમાં પણ સરકાર દ્વારા અગાઉ જાણ નહી કરતા હાલમાં જ હોળી-ધૂળેટી પર રંગ-ગુલાસ સહિતથી નહી રમવા પ્રતિબંધ લગાવતા તેઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે.

કોરોનાની મહામારીની પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા જે રીતે રંગોથી રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આ નિર્ણયના કારણે કલર-પીચકારીની દુકાનો ખરીદી માટે ગ્રાહકોની ભીડ રહેતી હોય છે તેની જગ્યાએ હાલમાં ગણ્યા ગાઠ્યા કોઈ ગ્રાહકો આવી રહ્યા છે. તે પણ નાના બાળકો માટે માત્ર પીચકારી સહિતની ખરીદી માટે દુકાન પર આવતા યુવાન ગ્રાહકોએ એવુ જણાવ્યુ હતુ કે,અમે હોળીના તહેવારમાં દર વર્ષે મિત્રો અને સબંધીઓ સાથે કલર છાંટી આનંદ માણવાનું ચુકતા નથી. પરંતુ હાલમાં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યુ છે તેના કારણે અમો અમારા માટે ખરીદી કરવાનું ટાળ્યું છે. દર વર્ષે અમે કલર-ગુલાલ સહિતની ખરીદી કરીને મિત્રો સાથે રમતા હોય હોય છે પરંતુ આ વર્ષે અમો ખરીદી નથી કરી રહ્યા.

કોરોના મહામારી અનેક માનવ જીદંગી ભરખી ગયો છે તો સાથે ભારત સહિત સમગ્ર વિશ્વના અર્થતંત્રને પણ હાલ ખોખલુ બનાવી દીધુ છે કોરોનાને કારણે વેપાર-ધંધામાં મોટી નુકસાની સહન કરવાનો વેપારીઓને વારો આવ્યો છે તો અનેક લોકો નોકરી વગરના થયા છે ત્યારે હાલ તો આ મહામારીનુ ગ્રહણ હોળી-ધૂળેટીના પર્વ ઉપર ફરી વળતા હોળી-ધૂળેટી કે જે રંગોનો પર્વ છે તે પર્વને પણ કોરોનાએ ફિક્કો પાડી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news