દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટને વંદે ભારત સહિતની મહત્વની એક્સપ્રેસ ટ્રેનો મળશે. જી હા... રાજકોટ રેલવે સ્ટેશનને અંદાજે 10થી 11 ટ્રેન મળશે. રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ વધુ ટ્રેન મળે તે માટે રજૂઆત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા રૂટની ટ્રેન જે અમદાવાદ સ્ટેશન પર 20 કલાકથી વધુ સમય રહેતી હોય તેવી ટ્રેન ને રાજકોટ સુધી લંબાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનમાં ઇલેક્ટ્રીફીકેશન તેમજ ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભક્તિનગર રેલ્વે સ્ટેશનને 26.87 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવવામાં આવશે. 


ગુજરાતના 21 રેલવે સ્ટેશન
અમૃત ભારત સ્ટેશન યોજના માટે 24470 કરોડ જોગવાઈ કરવામાં આવી છે.  508 સ્ટેશન વિશ્વકક્ષાના બનાવવામાં આવશે. જેમાંથી ગુજરાતમાં 21 રેલવે સ્ટેશન રી ડેવલપ કરવામાં આવશે. ગુજરાતના 21 રેલવે સ્ટેશન રીડેવલપ કરવા પાછળ 846 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રેલવે સ્ટેશનમાં શોપિંગ ઝોન,ફૂડ કોર્ટ, કીડ્સ પ્લે એરિયા બનાવવામાં આવશે.અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર બનાવવામાં આવશે. તમામ સ્ટેશન ઉપર મલ્ટીલેવલ પાર્કિંગ અને એસકેલેટર તૈયાર કરવામાં આવશે. 


શું છે આ યોજના
અત્રે જણાવવાનું કે આ યોજનાનું નામ અમૃત  ભારત સ્ટેશન યોજના છે. જે હેઠળ ભારતના લગભગ 1300 પ્રમુખ રેલવે સ્ટેશન હવે અમૃત ભારત સ્ટેશન તરીકે વિક્સિત કરાશે. આજે 508 અમૃત ભારત સ્ટેશનનું કામ શરૂ થઈ રહ્યું છે. જેમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. યુપી, રાજસ્થાનના 55 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થશે. જ્યારે ગુજરાતના પણ કેટલાક રેલવે સ્ટેશનો સામેલ છે. આજે સમગ્ર દુનિયાની નજર ભારત પર છે. વૈશ્વિક સ્તરે ભારતની શાખ વધી છે. 


પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે દેશ કે ભારત તેના અમૃતકાળમાં નવા સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે. આજે ભારતીય રેલ્વેના અધ્યાયમાં નવું ઇતિહાસ રચાઇ રહ્યું છે. આજે 508 અમૃત ભારત સ્ટેશનના નવ નિર્માણ થઇ રહ્યું છે, જેના પાછળ 25 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. જેનો લાભ દેશના લગભગ તમામ રાજ્યોને મળશે.