ચેતન પટેલ/સુરત :લોકડાઉનનુ પાલન કરાવવા ગયેલી પોલીસને છેલ્લા બે મહિનામાં અનેકવાર કડવા અનુભવો પણ થયા છે. ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં પણ પોલીસ સાથે આવો જ બનાવ બન્યો હતો. લોકડાઉનનું પાલન કરવા સમજાવવા ગયેલી અઠવા પોલીસને લોકોએ ઘેરી લીધી હતી. હબીબસા મહોલ્લામાં કરફ્યુ નું પાલન કરાવવા પોલીસ પહોંચી હતી, જેના બાદ પોલીસને ત્યાંથી ભગાડીને બહાર કાઢવામાં આવી હતી. 


વડોદરામાં આજથી લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવાશે, નિયમ ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસૂલાશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો હોય પોલીસ દ્વારા વારંવાર ભીડ એકઠી ન થવા સૂચના આપવામાં આવે છે. ત્યારે સુરત પોલીસ અઠવા વિસ્તારમાં મોડી રાત્રે પહોંચી હતી. અઠવા વિસ્તારના હબીબસા મહોલ્લામાં લોકડાઉનના નિયમોનું પાલન કરાવવા સમજાવવા ગયેલી પોલીસની વાત કોઈએ માની ન હતી. કરફ્યુ નું પાલન કરાવવા પોલીસ પહોંચી હતી. ત્યારે કેટલાક યુવાનની અટકાયત કરતા સ્થાનિક લોકો પોલીસને ઘેરી વળ્યાં હતા. એટલુ જ નહિ, પોલીસને ત્યાંથી ભગાડ્યા હતા. સુરતની આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્થાનિક લોકો પોલીસને બહાર કાઢી રહ્યાં છે.


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદના શાહપુર વિસ્તારમાં પણ રમઝાનમાં બહાર ન નીકળવાનું કહેતા પોલીસ પર હુમલો કરાયો હતો. પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ પર પત્થરમારો કરાયો હતો. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ  મામલે વારંવાર પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પોલીસ સાથે આ પ્રકારની ઘટનાને સાંખી લેવામાં નહિ આવે, અને કડકમાં કડક કાર્યવાહીક કરાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર