ઝી મીડિયા/અમદાવાદ :કોરોના વાયરસ (Corona virus) ને પગલે થયેલા લોકડાઉનમાં આજથી રાજ્યમાં ગરીબો માટે ખાસ સુવિધા શરૂ થવા જઈ રહી છે. રાજ્યના અંત્યોદય અને પીએચએચ રાશન કાર્ડ (rashan) ધરાવતા 66 લાખ પરિવારો  જે નિયમિત પણે રાશન દુકાનો પરથી દર મહિને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત આનાજ મેળવે છે, તેવા કાર્ડધારકોને રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આજથી એપ્રિલ માસનું અનાજ વિનામૂલ્યે આપવાનો આરંભ થશે. ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોની રાશનની દુકાનો પર વહેલી સવારથી જ લોકો પહોંચી ગયા હતા. દુકાન ખૂલતા પહેલા જ લોકો લાઈન લગાવીને ઉભેલા જોવા મળ્યા હતા.


તબલિગી જમાતમાં ગુજરાતમાંથી ગયેલાઓની શોધખોળ શરૂ, સુરતમાંથી 73એ હાજરી આપી હતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદવાદની વાત કરીએ તો, નવા વાડજ વોર્ડમાં આવેલી સસ્તા અનાજની દુકાન ખાતેના આ દ્રશ્યો છે. જેમાં સવારથી રાશન લેવા માટે લાંબી લાઈન લાગેલી જોવા મળી. દુકાન ખૂલી ન હતી, તે પહેલા જ લોકો પહોંચી ગયા હતા. તો બીજી તરફ, સતત સૂચનાઓ અને અવેરનેસ કાર્યક્રમો છતા પણ અહીં લોકોમં સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. તમામને ઘરે પાછા મોકલવામાં આવ્યા અને બપોરે 4 વાગે આવવા કહેવામાં આવ્યું હતું. 


Corona virus updates: પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે રાશનની દુકાનોમાં અનાજ વિતરણ થશે  


તો નવા વાડજ કિરણ પાર્કમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ કરાયું હતુ. તો રાશનની આ દુકાન પર સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવામાં આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વિનામૂલ્યે અનાજ લેવા લાઈન લાગી હતી. અમદાવાદની અનેક દુકાનોમાં આજથી વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ થયું છે.


કોને શું શુ મળશે.?


  • અંત્યોદય કાર્ડ ધારકોને નિઃશુલ્ક મળશે 25 કિલો ઘઉં , 10 કિલો ચોખા , 1 કિલો ખાંડ , 1 કિલો ચણા દાળ , 1 કિલો મીઠું 

  • બીપીએલ NFSA કાર્ડ ધારકોને નિઃશુલ્ક મળશે 3.5 કિલો ઘઉં , 1.5 કિલો ચોખા , 1 કિલો ખાંડ , 1 કિલો ચણા દાળ , 1 કિલો મીઠું 

  • એપીએલ NFSA કાર્ડ ધારકોને નિઃશુલ્ક મળશે 3.5 કિલો ઘઉં , 1.5 કિલો ચોખા , 1 કિલો ખાંડ , 1 કિલો ચણા દાળ , 1 કિલો મીઠું


રામાયણ શરૂ થતા જ Troll થઈ Swara Bhaskar, યુઝર્સે કહી દીધું આવું....


જામનગરમા 2,13,754 લોકોને વિનામુલ્યે રાશન અપાશે
જામનગરમાં વિનામૂલ્યે રાશન આપવાનો પ્રારંભ થયો છે. લોકોને સસ્તા અનાજની દુકાનોમાં રાશન અપાઇ રહ્યું છે. જોકે, અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં નથી આવ્યું. રાશન ખરીદતી વેળાએ જાહેરનામાનો લોકો દ્વારા ઉલાળીયો કરાયો હતો. સસ્તા અનાજની દુકાને ગંભીર બેદરકારીઓ જોવા મળી. ઉલ્લેખનીય છે કે, જામનગરમા 2,13,754 લોકોને વિનામુલ્યે રાશન અપાશે.


વડોદરામાં 13647 કાર્ડ ધારકોને અનાજ અપાશે
વડોદરામાં આજથી રાશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ વિતરણ કરાશે. આગામી ત્રણ દિવસ સુધી અનાજનું મફત વિતરણ કરાશે. વડોદરા શહેર જિલ્લામાં 313647 કાર્ડ ધારકોને અનાજ અપાશે. શહેર જિલ્લાની 803 દુકાનોમાંથી અનાજ રાશન કાર્ડ ધારકોને મળશે. 


ઉલ્લેખનીય છે કે, વર્તમાન સ્થિતિમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભીડભાડ કર્યા વગર આ અનાજ મેળવી શકે તે માટે સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન ધારકો આવા લાભાર્થીઓને 25-25ના લોટમાં જ અનાજ લેવા માટે બોલાવે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. ત્યાર બાદ 4 એપ્રિલથી રાજ્યના એવા શ્રમિકો ગરીબો જે રેશન કાર્ડ ધરાવતા નથી, તેમજ અન્ય પ્રાંત રાજ્યમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા છે તેઓને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અનાજ અપાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર