ગૌરવ પટેલ/અમદાવાદ : રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં હોળીકા દહન કરવામાં આવે છે. હોળી પર્વની ઉજવણી રાજ્ય હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવી છે, ત્યારે  ગાંધીનગરના પાલજ ગામ ખાતે વિશાળ હોળી પ્રગટાવીને લોકોએ પર્વની ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને હોળીની પ્રદક્ષિણા કરે છે. ગાંધીનગરના પાસે આવેલા પાલજ ગામ ખાતે અમદાવાદને ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી હોળી  પ્રગટાવીને હોળીના પર્વની લોકોએ અનોખી રીતે ઉજવણી કરે છે, ત્યારે પાલજ ખાતેની હોળી વિશેષતા એ છેકે આ બંન્ને સૌથી મોટી હોળી પ્રગટે છે. તેમજ આ હોળીના આધારે વર્ષનો વરતારો કરવામાં આવે છે. પાલજ ગામે યોજાતી હોળીની તૈયારીઓ દસ દિવસ પહેલાંથી કરવામાં આવે છે. જેમાં  ગામના યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને આશરે પચીસેક ફૂટ ઊંચો લાકડાનો ઢગલો એક જગાએ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર: હોળી પરથી અંબાલાલ પટેલે કર્યો વર્ષનો વરતારો, જાણો કેવું રહેશે આ વર્ષ


હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી, મહુડો અને રાયસણના ડોડાનો હાર બનાવીને લાવે છે. તે બાજરીના સાંઠાઓમાં પરોવીને તેને હોળીમાં હોમાય છે. મહત્વની વાત એ છેકે આ હોળીના મુકતા લાકડા ક્યારેય વૃક્ષ તોડવામાં આવતા નથી પરંતુ સુકાયેલા લાકડા જ લાગલોકો લાકડા લાવે છે,એજ લાકડા સાથે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારે પાલજ ખાતે  પ્રગતવામાં આવતી હોળીનું દિવસે વિશેષ મહત્ત્વ એ છે કે આ હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. નવાઇની વાત એ છે કે, ધગધગતા અંગારાઓ પર બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ ઉઘાડા પગે ચાલી નીકળતા હોવા છતાં કોઇ દાઝતું નથી. આ બાબત આ ગામના લોકો માટે શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે. અંગારાઓ પર સૌપ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલે છે અને તેમની પાછળ ‘જય મહાકાળી’ના નાદ સાથે ભક્તો ચાલે છે.


શું તમે જાણો છો ગુજરાતમાં વિશ્વના સૌથી ઉંચા સ્થળ પર ઉજવાય છે હોળી !


આ હોળીના આધારે વર્ષનો વરતારો પણ કરવામાં આવે છે. હોળી પ્રગટાવીને તેની પવનની દિશા પ્રમાણે આધારે વર્ષ કેવું રહેશે તે આધારિત વર્ષનો વરતારો કરવામાં આવે છે. ત્યારે આ વર્ષનો વરતારો કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષનો પવન દક્ષિણથી ઉત્તર તરફનો છે. જે દર્શાવે છે કે વરસાદ અનિયમિત રહેશે અને કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે કેટલાક વિસ્તારમાં ઓછો વરસાદ રહેશે. ખાસ કરીને દરિયા કીનારા ખાતે અતિ વૃષ્ટિ માફકનો વરસાદ સૂચવે છે. પાલજ ખાતે ઉજવાતી હોળીના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ હોલીમાં આદિ કાળથી અંગારા પર ચાલવાની અહીંયા પરંપરા આજે પણ અકબંધ છે. જે લોકો અંગારા પર ચાલે તેની મનોકામના માતાજી પરિપૂર્ણ કરશે તેવો સૌ કોઇને અહીંયા વિશ્વાસ વ્યક્ત કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube