શું તમે જાણો છો ગુજરાતમાં વિશ્વના સૌથી ઉંચા સ્થળ પર ઉજવાય છે હોળી !
Trending Photos
જૂનાગઢ : શહેરમાં હોળીના પર્વની ઉજવણીની શરૂઆત ગિરનાર પર્વતથી થવાની છે. ગિરનારનાં 5 હજાર પગથિયા પર આવેલા મા અંબાજી મંદિરે સૌથી ઉંચાઇએથી હોળીકા પ્રાગટ્ય થશે. ત્યાર બાદ શહેરના અન્ય સ્થળે હોલીકાદહન કરવામાં આવશે. આ વર્ષે જૂના અખાડા દ્વારા પ્રથમ વખત હોલીકા દહન કરવામાં આવશે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરીએ જણાવ્યું કે, વર્ષોની પરંપરા છે કે સૌપ્રથમ હોળી ગિરનારમાં પ્રગટે છે. અહીં મા અંબાજીનું પુજન અને આરતી થાય ત્યાર બાદ તે જ આરતીની દિવેટથી હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યાર બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં હોળીનું પ્રાગટ્ય થાય છે.
રાજ્યસભા ચૂંટણી: બીજેપી-કોંગ્રેસની અંદરોઅંદરની ખેંચતાણમાં 2 નેતા બનશે હુકમનો એક્કો
આ હોળીમાં આશરે 300થી પણ વધારે છાણા, લાકડા દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળીની ઝાળ જોયા બાદ સમગ્ર જૂનાગઢ શહેર અને આસપાસનાં વિસ્તારમાં હોળી પ્રગટે છે. સૌથી ઉંચી અને પ્રથમ હોળી ગિરનાર પર્વત પર થાય છે. શ્રીપંચ દશનામ જૂના અખાડા ખાતે પહેલીવાર હોલીકાદહનનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે સાંજે સાડા સાત વાગ્યે હોલીકા દહન કરવામાં આવ્યું હતું. આ આયોજન ગિરનાર પીઠાધિશ્વર જયશ્રીકાનંદગીરી મહારાજ, ભવનાથ મંદિર, મહંત હરીગીરી મહારાજ દ્વારા વિશ્વકલ્યાણ અને કોરોના વાયરસથી મુક્તિ માટે કરવામાં આવ્યું છે. આ તરફ મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે