ભાવનગરમાં ભયજનક મકાનમાં રહેવા માટે લોકો બન્યા મજબુર, સરકારે હાથ ઉંચા કરી દીધા
શહેરના મોતના માળખા સમાન બનેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસોમાં લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. પડુ પડુ થઈ રહેલા આવાસોમાં શ્રમજીવી લોકો ભયના ઓથાર નીચે જીવન વ્યતીત કરી રહ્યા છે. પાંચ વર્ષ પહેલાં જર્જરિત બનેલા આવાસોમાં સ્લેબ તૂટી પડવાના કારણે એક કિશોરીને ગંભીર ઇજા પહોંચતા જર્જરિત મકાનોને હાઉસિંગ બોર્ડ દ્વારા એકાએક ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. જર્જરિત બનેલા આવાસોની જગ્યાએ નવા આવાસો બનાવવા યોજના જાહેર કરી હતી. ત્યારે લોકોને નવા આવાસ આપવાની બાંહેધરી આપતા રહીશોએ જર્જરિત મકાનો ખાલી કરી દીધા હતા. જો કે વર્ષોના વાહણા વીતવા છતાં આજદિન સુધી લોકોને ના તો મકાન મળ્યા અને ના મળ્યો રહેવાનો કોઈ આશરો.
ભાવનગર: શહેરના મોતના માળખા સમાન બનેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસોમાં લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. પડુ પડુ થઈ રહેલા આવાસોમાં શ્રમજીવી લોકો ભયના ઓથાર નીચે જીવન વ્યતીત કરી રહ્યા છે. પાંચ વર્ષ પહેલાં જર્જરિત બનેલા આવાસોમાં સ્લેબ તૂટી પડવાના કારણે એક કિશોરીને ગંભીર ઇજા પહોંચતા જર્જરિત મકાનોને હાઉસિંગ બોર્ડ દ્વારા એકાએક ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. જર્જરિત બનેલા આવાસોની જગ્યાએ નવા આવાસો બનાવવા યોજના જાહેર કરી હતી. ત્યારે લોકોને નવા આવાસ આપવાની બાંહેધરી આપતા રહીશોએ જર્જરિત મકાનો ખાલી કરી દીધા હતા. જો કે વર્ષોના વાહણા વીતવા છતાં આજદિન સુધી લોકોને ના તો મકાન મળ્યા અને ના મળ્યો રહેવાનો કોઈ આશરો.
દ્વારકા: ગોમતી નદીમાં ગણતપિ બાપાની મુર્તિનું વિસર્જન, પરંપરા જળવાઇ
તંત્ર દ્વારા નજીકમાં જ લાખો રૂપિયાની કિંમતના આવાસો બનાવી અમીર પરિવારને લ્હાણી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ અનેક લોકો બેઘર બની આશરો મેળવવા માટે અહીં તહીં ભટકી રહ્યા છે. તો જીવના જોખમે પણ અનેક ગરીબ પરિવારો ફરી જર્જરિત આવાસોમાં રહેવા મજબૂર બન્યા છે. આવાજ એક જર્જરિત આવાસની ZEE 24 કલાક ટીમેં મુલાકાત લઈ પરિવારની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ૨૦ વર્ષથી જર્જરિત બનેલા આવાસમાં રહેતા કનુભાઈ જાની એ ZEE 24 કલાક સાથે વાત કરતા પોતાની વ્યથા વર્ણવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર