અમદાવાદ : શહેરમાં મકાન લેવું એ એક સ્વપ્ન ગણાય છે પરંતુ અમદાવાદનો એક આખો વિસ્તાર એવો હતો કે જ્યાં કદાચ તાજમહેલ હોય તો પણ લોકો રહેવા જવા માટે તૈયાર નહોતા અથવા શક્ય હોય ત્યાં સુધી તેનાથી દુર રહેવાનો પ્રયાસ કરતા હતા. આ વિસ્તાર એટલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વચોવચથી પસાર થતી ખારીકટ કેનાલ. આ કેનાલ એટલી બદબુ આવતી કે આસપાસમાં રહેવું મુશ્કેલ થઇ જતું હતું. જેના કારણે આ કેનાલ જ્યાંથી પણ પસાર થતી ત્યાં આસપાસના વિસ્તારો ડેવલપ જ થઇ શક્યા નહોતા. જો કે કોર્પોરેશન દ્વારા હવે નોનયુઝ થઇ ચુકેલી આ કેનાલને પુરવાની કામગીરી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવો નિર્ણય: સરકાર હવે પાણીનું પણ ઉઘરાણું કરશે, પોતાનો બોરવેલ હોય તો પણ પૈસા ચુકવવા પડશે


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ઇતિહાસનું સૌથી મોટુ ટેન્ડર બહાર પાડીને ન માત્ર આ કેનાલને પુરવામાં આવશે પરંતુ સાથે સાથે તેનું બ્યુટિફિકેાશન પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેનાલનાં કેટલાક વિસ્તારોને પ્રાયોગિક ધોરણે વિકસાવવામાં આવ્યા હતા. જ્યાં બગીચા અને જોગિંગ પાર્ક જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે આ કેનાલને પુરીને રસ્તો બનાવવા માટેનું આયોજન કરવામાં આવશે. 


ભાવનગરમાં બનશે રાવણનું ભવ્ય મંદિર, મહાદેવનાં તમામ ભક્તો માટે લંકેશ હંમેશાથી આદર્શ


આ આયોજનને પુર્ણ કરવા માટે કોર્પોરેશનને ગુજરાતનો સિંચાઇ વિભાગ અને વર્લ્ડ બેંક દ્વારા સહાય પુરી પાડવામાં આવશે. કેનાલને RCC કોન્ક્રીટના બોક્ષ દ્વારા બંધ કરી દેવામાં આવશે. તેના પર રોડ બનાવવામાં આવશે. જેના પગલે અમદાવાદની વચ્ચોવચથી રિંગરોડને પણ ટક્કર મારે તેવો રોડ પસાર થશે. આ કામગીરી ઝડપી થાય તે માટે 5 અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપાશે. 24 મહિનામાં આ કામગીરી પુર્ણ કરવાની રહેશે. એક સમયે કલંક ગણાતી ખારીકટ કેનાલ હવે કદાચ સાબરમતી રિવરફ્રંટને પણ ટક્કર મારે તો નવાઇ નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube