કેતન બગડા, અમરેલી: સમગ્ર ગુજરાતમાં કોરોનાની દહેશતે માઝા મૂકી છે. ત્યારે અમરેલી જિલ્લામાં કેટલીક જગ્યાએ લોકડાઉનનું પાલન લોકો દ્વારા નહિ થતું હોવાને કારણે પોલીસ હવે કડક બની છે. અમરેલી પોલીસે સમગ્ર જિલ્લામાં 20 ડ્રોન ભાડે રાખી લોક ડાઉનનું પાલન નહિ કરતા લોકોને કડક પાલન કરવાનું પગલું હાથ ધર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દુકાનદારો વસ્તુઓનો સંગ્રહ ન કરે, લોકો પણ સંગ્રહખોર ન બને: ધર્મેન્દ્રસિંહ જાડેજા


અમરેલી જિલ્લામાં લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસે હવે કડક પગલાં હાથ ધરાયા છે. અનેક વખત લોકોને સમજાવવા છતાં અનેક પ્રકારે લોકો એક યા બીજા બહાને બહાર નીકળવાનું ચાલુ રાખે છે. ત્યારે પોલીસની સખત મહેનત હોવા છતાં લોકોમાં કોરોના લોકડાઉનનું કડક પાલન કરાવવા માટે અમરેલી પોલીસે 20 જેટલા ડોન ભાડે રાખી સમગ્ર જિલ્લામાં ડ્રોન દ્વારા લોક ડાઉનલોડ પાલન નહીં કરવા નહીં કરતા લોકોને પાઠ ભણાવવા માટે આ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.


આ પણ વાંચો:- લોક ડાઉનના ચુસ્ત પાલન માટે સુરતમાં બોલાવી રેપીડ એક્શન ફોર્સ


પોલીસને સફળતા પણ મળી છે અને પોલીસે આવા લોકો સામે કાયદા અનુસાર કેસ પણ દાખલ કર્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના લોકોને કોરોના વાયરસની દહેશત અને લોકડાઉનની કિંમત સમજાવવા આ પોલિસ પ્રયાસ અને પોલીસની આ મહેનત અને પ્રધાનમંત્રીની અપીલને સફળ બનાવવા કટિબદ્ધ છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...