લોક ડાઉનના ચુસ્ત પાલન માટે સુરતમાં બોલાવી રેપીડ એક્શન ફોર્સ

લોક ડાઉનનું ચુસ્ત રીતે અમલીકરણ કરાવવા માટે હવે સુરત ખાતે રેપીડ એક્શન ફોર્સની ટીમ આવી પહોંચી છે. ખાસ કરીને સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકની અંદર આવેલા વિસ્તારોમાં આરએ એફની ટિમ સઘન પેટ્રોલિંગ કરશે

લોક ડાઉનના ચુસ્ત પાલન માટે સુરતમાં બોલાવી રેપીડ એક્શન ફોર્સ

તેજશ મોદી, સુરત: લોક ડાઉનનું ચુસ્ત રીતે અમલીકરણ કરાવવા માટે હવે સુરત ખાતે રેપીડ એક્શન ફોર્સની ટીમ આવી પહોંચી છે. ખાસ કરીને સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકની અંદર આવેલા વિસ્તારોમાં આરએ એફની ટિમ સઘન પેટ્રોલિંગ કરશે. જ્યાં આ રોજ ભાગળ, વરાછા, મહિધરપુરા વિસ્તારોમાં ટિમ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું.

દેશ રાજ્યમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર બની છે. કોરોના વાયરસનો વ્યાપ ઘટાડવા કેન્દ્ર સરકારે લોક ડાઉન કરવાની ફરજ પડી છે. પરંતુ કેટલાક લોકો લોક ડાઉનનું ચુસ્ત રીતે અમલ નથી કરી રહ્યા. જેને જોતા રાજ્ય સરકારે તેની ગંભીર નોંધ લીધી છે અને લોક ડાઉનનું ચુસ્ત રીતે અમલીકરણ કરાવવા માટે રેપીડ એક્શન ફોર્સની ટિમ મુખ્ય મહાનગરોમાં ફાળવી દીધી છે.

દરમ્યાન સુરત આવી પોહચેલી રેપીડ એક્શન ફોર્સની કંપની દ્વારા ભાગળ, મહિધરપુરા, સરથાણા અને વરાછા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. રેપીડ એક્શન ફોર્સ દ્વારા એરિયા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું. જ્યાં સુરતમાં હવેથી લોક ડાઉનનું ચુસ્ત અમલ કરાવવા રેપીડ એક્શન ફોર્સ દ્વારા મોરચો સંભાલી લેવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news