અમદાવાદની સરકારી ઓફિસમાં દાળવડાનો ઓર્ડર કરનાર અધિકારીની બદલીનો ઓર્ડર છૂટ્યો
Perimission For Dalvada : અમદાવાદની એક સરકારી ઓફિસમાં દાળવડા માટે મંજૂરી માંગવી તેવો ઓર્ડર કરાયો હતો... જેના બાદ કર્મચારીઓની દાળવડા મંગાવવાની પરમિશન કરતી અરજી કરાઈ હતી... જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે
Transfer Order : ગુજરાતમાં એક સરકારી ઓફિસમાં દાળવડાની થયેલી અરજીએ ભારે ચર્ચા જગાવી છે. અમદાવાદમાં ક્લાસ-2 અને ક્લાસ-3ના અધિકારીઓએ ઓફિસમા દાળવડા મંગાવવાની પરમિશન માંગતી અરજી કરી હતી. જેના બાદ દાળવડા માટેનો ઓર્ડર કરનાર મહિલા અધિકારીની રાતોરાત બદલી કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં દાળવડા મંગાવવાનો ઓર્ડર કરતો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અમદાવાદમાં રાજ્યવેરા કમિશનર કચેરીમાં એવો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે, જો ઓફિસમાં નાસ્તો મંગાવવો હોય તો કમિશનરની મંજૂરી લેવી પડશે. રાજ્યવેરા નિરીક્ષક એસી ભટ્ટે એવી સૂચના આપી હતી કે, જો ઓફિસમાં નાસ્તો મંગાવવો હોય તો રાજ્યવેરા કમિશનર એ.સી.ભટ્ટની મંજૂરી લેવી પડશે. જો આ સૂચનાનું પાલન નહી કરાય તો જે તે કર્મચારી વિરુધ્ધ પગલાં લેવામાં આવશે.
ગરબા રમવાનો શોખ ન હતો, પરંતુ મિત્રોની જીદને કારણે રાહુલ રમવા ઉતર્યો, અને હાર્ટએટેક આ
તેથી રાજ્યવેરા કમિશનર કચેરીના કર્મચારીઓએ દાળવડા મંગાવવા માટે અરજી કરી હતી. આ અરજીનો પત્ર લીક થયો હતો અને સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. કર્મચારીઓએ બીજા દિવસે દાળવડા મગાવવાના હોવાથી લેખિતમાં મંજૂરી માગતો પત્ર લખ્યો હતો.
પરંતું દાળવડા નહિ મંગાવવાનો ઓર્ડર કરતા મહિલા અધિકારીની બદલી કરવામાં આવી છે. રાજ્યવેરા નિરીક્ષક એસી ભટ્ટની બદલીનો ઓર્ડર છૂટ્યો છે. રાજ્યવેરા નિરીક્ષક એસી ભટ્ટની બદલી કરવામાં આવી છે. અમદાવાદ ખાતે સહાયક રાજ્ય વેરા કમિશ્નર અન્વેષા ભટ્ટની બદલી કરાઈ છે. તેઓને અમદાવાદ ખાતે ઓડીટ સેલમાં મુકવામાં આવ્યા છે. કચેરીના કર્મચારીઓને નાસ્તો કરવા મંજુરી માગવાના વિવાદને લઇ ચર્ચામાં આવ્યા હતા. નાણા વિભાગે કુલ વર્ગ 1 ના 56 અધિકારીઓની બદલી કરી છે, તેમાં તેમની પણ બદલી કરાઈ છે.
માતાપિતાના ઝગડામાં માસુમનુ મોત : પિતાએ 4 વર્ષના દીકરાને આઠમા માળથી નીચે ફેંક્યો