PETA V/s Amul : વિગન દૂધ અંગેના પેટાના નિવેદનથી રોષે ભરાયા ગુજરાતના પશુપાલકો
પ્રાણીઓ પર કામ કરતી સંસ્થાએ દૂધ મામલે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પેટા ઈન્ડિયાએ અમૂલ ડેરીને સૂચન આપ્યા કે, ગ્રાહકોની વસ્તી જોતા વિગન દૂધ ઉત્પાદન કરવા તરફ તેણે વળવુ જોઈએ. પેટા ઈન્ડિયાએ અમૂલના ડાયરેક્ટર આરએસ સોઢીને પત્ર લખ્યો કે, દૂધ સહકારી સમિતિએ ફળ-ફૂલથી વિગન ફુડ અને દૂધ માર્કેટમાંથી ઉઠાવવુ જોઈએ. પેટાના આ નિવેદનથી ગુજરાતભરના પશુપાલકો રોષે ભરાયા છે. તો બીજી તરફ ગુજરાતના સહકારી માળખાને તોડવાનો પેટાનો આ પ્રયાસ છે, જેને લોકો વખોડી રહ્યાં છે.