• ગુજરાતમાં 1000 કરોડ રૂપિયાનો ખર્ચે બાયોઇથેનોલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે

  • ગુજરાતમાં આ પ્લાન્ટની સ્થાપના થયા બાદ 700 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળશે


ગાંધીનગર : ગુજરાતમાં અંદાજિત રૂ. 1000 કરોડના રોકાણથી 500 કેએલડીનો બાયોઈથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આત્મનિર્ભર ભારતની વડાપ્રધાનની નેમમાં ગુજરાતનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલ બ્લેન્ડીંગના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને સિધ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં GACL અને GAIL વચ્ચે એમઓયુ ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. આ બાયોઈથેનોલ પ્લાન્ટ દ્વારા અંદાજિત વાર્ષિક રૂ. 1500 કરોડનું ટર્ન ઓવર કરવામાં આવશે. 700 જેટલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે. ક્રુડ ઓઈલની આયાત ઘટતાં ફોરેન એક્સ્ચેન્જમાં પ્રતિ વર્ષ 70 મિલિયન યુએસ ડોલર જેટલી બચત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપર લીક કરનારા ગદ્દારોના ચહેરા જુઓ, જેમાંનો એક છે સરપંચની ચૂંટણીનો ઉમેદવાર


ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ-GACL અને ભારત સરકારના સાહસ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા લિમિટેડ-GAIL વચ્ચે રાજ્યમાં બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં થયેલા આ MOU અંતર્ગત ગુજરાતમાં અંદાજે ૧૦૦૦ કરોડના રોકાણ સાથે પ૦૦ કિલો લીટર પ્રતિદિનની ક્ષમતાનો બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થપાશે. આ MOU પર GACLના મેનેજિંગ ડિરેકટર મિલીન્દ તોરવણે અને GAILના બિઝનેશ ડેવલપમેન્ટ ડિરેકટર એમ.વી. ઐયરે હસ્તાક્ષર કર્યા હતા.


પંચમહાલ કંપની બ્લાસ્ટ દુર્ઘટનામાં 5 ના મોત, બે કામદારો હજી પણ કાટમાળમાં મિસિંગ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે દેશમાં ક્રુડ ઓઇલની આયાત ઘટાડીને ફોરેન એક્સચેન્જની બચતના ઉદ્દેશથી આગામી ર૦રપ સુધીમાં પેટ્રોલમાં ર૦ ટકા ઇથેનોલ બ્લેન્ડીંગ માટેનો રોડ મેપ લોન્ચ કર્યો છે. ગુજરાતમાં GACL અને GAILના સંયુકત સહયોગથી સ્થપાનારો આ બાયોઇથેનોલ પ્લાન્ટ પ્રધાનમંત્રીના આ લક્ષ્યને સિદ્ધ કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવામાં મહત્વપૂર્ણ પરિમાણ બનશે. આ પ્લાન્ટમાં ફીડસ્ટોક તરીકે મકાઈ કે ચોખાના ભૂસાનો ઉપયોગ કરીને ઈકોફ્રેન્ડલી ટેક્નોલોજી દ્વારા 500 કેએલડી (કિલો લીટર પ્રતિ દિવસ) બાયોઈથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. બાય-પ્રોડક્ટ તરીકે અંદાજે 135 કેટીપીએ જેટલું પ્રોટીન-રીચ એનિમલ ફીડ અને 16.50 કેટીપીએ જેટલું કોર્ન-ઓઈલ પ્રાપ્ત થશે. 


યુવરાજસિંહની ચીમકી, સરકારે માત્ર નાની માછલી પકડી, અસિત વોરાની હકાલપટ્ટી નહિ કરો તો આંદોલન કરશું


આ બાયોઈથેનોલ પ્લાન્ટથી અંદાજિત વાર્ષિક રૂ. 1500 કરોડનું ટર્ન ઓવર થશે અને અંદાજે 700 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે. આ ઉપરાંત, ક્રુડ ઓઈલની આયાત ઘટવાને લીધે ફોરેન એક્સ્ચેન્જમાં દર વર્ષે અંદાજે 70 મિલિયન યુએસ ડોલર જેટલી બચત પણ થશે. એટલું જ નહિ, ખેડૂતો પાસે મોટાપાયે મકાઈની ખરીદી કરવામાં આવતા તેમના માટે આવકના નવા દ્વાર ખુલશે તથા મકાઇ પકવતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ પણ વધશે. આ MOU સાઇનીંગ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, GAIL ના સીએમડી મનોજ જૈન તથા વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube