અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢનું નરસિંહ મહેતા તળાવ ફરી ચર્ચાનો વિષય બન્યો છે. ચાલુ વરસાદે નરસિંહ મહેતા તળાવનું રોડ રસ્તાનું કામ થતું હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક ચર્ચાઓ ઊઠવા પામી હતી. ચાલુ વરસાદ એ નરસિંહ મહેતા તળાવના રીંગરોડ પર રસ્તાનું કામકાજ થતું હોય તેવું ફોટો વાયરલ થવા પામ્યો હતો. જેને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા પ્રતિક્રિયા અપાય હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદ


ધારાસભ્ય એ જણાવ્યું હતું કે આ બાબતે જુનાગઢ કમિશનરને જાણ કરાઇ છે..જવાબદારો સામે આ બાબતે ખુલાસો માંગવાની પણ વાત કહેવામાં આવી છે. ઉપરાંત ધારાસભ્યએ જણાવ્યું હતું કે ફરી આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ કડક શબ્દોમાં સૂચના અપાય છે.


છેલ્લા 2 કલાકમાં રાજકોટ જળબંબાકાર! આ જિલ્લાઓમાં ધોધમાર! જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?


સમગ્ર મામલે નરસિંહ મહેતા તળાવના કામગીરી કરી રહેલ કંપનીના સીઈઓ ગાંધીનગર હોવાથી કોઈ પ્રતિક્રિયા અપાય ન હતી. પરંતુ સ્થાનિક સ્તરે તળાવના કામકાજ પર મોનીટરીંગ કરી રહેલા જવાબદાર લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નરસિંહ મેહતા તળાવના રીંગ રોડનું કામ વરસાદ આવે તે પૂર્વેથી ચાલુ હતું અને બાદમાં વરસાદ આવી જતા જે તે શરુ કામને પૂર્ણ કરાઇ રહ્યું હતું. જે ફોટો બાદમાં વાઇરલ થયો હતો.


અંબાલાલની સૌથી ઘાતક આગાહી; આખું અઠવાડિયું મેઘો કરશે તહસનહસ! આ જિલ્લાઓને અપાયું એલર્ટ


મહત્વનું છે કે આજે મનપાના ડે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મનપા કમિશ્નર દ્વારા નરસિંહ મેહતા તળાવની મુલાકાત લેવાઈ હતી. તળાવની કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું..મુલાકાત દરમિયાન તાતકાલિક ધોરણે કામકાજ પૂર્ણ કરવા આદેશ અપાયા હતા. 


અયોધ્યાના રામને છેતરીને આવી ગુજરાતની કંપની, 844 કરોડના પ્રોજેક્ટમાં સરકારની નોટિસ


ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નરસિંહ મેહતા તળાવના બ્યુટીફિકેશનનું કામ 70 કરોડના ખર્ચે કરવામાં આવી રહેલ છે.