અમદાવાદ : રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ અને મેટ્રો કોર્ટ બાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પણ ફિઝિકલ હિયરિંગ 17 ઓગસ્ટથી શરૂ થશે. જેના કારણે તમામ લોકોને કોર્ટ પરિસરમાં કોરોના નિયમોને ફરજીયાત પાલન કરવું પડશે. હાઇકોર્ટમાં આ નિર્ણયથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ્સમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હાઇકોર્ટમાં જ્યારથી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારથી અત્યાર સુધી કોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલી રહ્યું છે. હાઇકોર્ટમાં હિયરિંગનું યુટ્યુબ પર લાઇવ પ્રસારણ પણ થઇ રહ્યું હતું. જે એક ઐતિહાસિક પગલું ગણાઇ રહ્યું છે. ભારતમાં આવું પહેલીવાર છે જ્યારે હાઇકોર્ટની સુનાવણીનું લાઇવ પ્રસારણ ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PICS: Gujarat માં આવેલું આ ગામ દેશનું સૌથી અમીર ગામ, 17 બેંકોમાં 5000 કરોડ રૂપિયા ડિપોઝિટ


જો કે કોર્ટમાં લાંબો સમય ફિઝિકલ હિયરિંગ બંધ રહેવાના કારણે વકીલોની આર્થિક સ્થિતિ ખસ્તા થઇ હતી. જેના કારણે વકીલો દ્વારા લાંબા સમયથી કોર્ટમાં ફિઝિકલ હિયરિંગની માંગ કરવામાં આવી રહી હતી. જો કે હવે હાઇકોર્ટે ફિઝિકલ હિયરિંગ શરૂ કર્યું છે. બીજી લહેર બાદ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન ચીફ જસ્ટિસને પત્ર લખીને રજુઆત કરી હતી. જેને ધ્યાને રાખીને હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવાયો હતો. ગુજરાત એડવોકેટ એસોસિએશને હાઇકોર્ટના ગેટની બહાર ધરણા પણ કર્યા હતા. 


Gujarat Corona Update: નવા 23 કેસ, 24 દર્દી સાજા થયા, 01 દર્દીનું મોત


અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ચાલી રહેલી વકીલોની માંગણીને ધ્યાને રાખીને હાઇકોર્ટ દ્વારા હવે ફિઝિકલ પિયરિંગ માટેની તૈયારી દર્શાવવામાં આવી છે. હાલ તો હાઇકોર્ટનાં નિર્ણયથી વકીલ લોબીમાં ખુશીનો માહોલ છે.  17 ઓગષ્ટથી ચાલુ થઇ રહેલી કોર્ટને પગલે કોર્ટ સંકુલમાં પણ તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે. સેનિટાઇઝેશનથી માંડીને અલગ અલગ તૈયારીઓ ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube