ભૂમિ પૂજનના દિવસે ગુજરાત ટપાલ વિભાગ દ્વારા પિક્ટોરિઅલ કેન્સલેશન જારી કરાઈ
કોઈ પણ પ્રસંગની યાદ માટે ખાસ પિક્ટોરિયલ કેન્સલેશન પ્રકાશિત કરવામાં આવે છે. આ ફિલોટેલિક ઇતિહાસમાં એક મહાન ક્ષણ છે કે રામ મંદિર ભૂમિ પૂજન દિવસને વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન દ્વારા યાદગાર બનાવવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાત ટપાલ વિભાગ દ્વારા રામ મંદિર ભૂમિ પૂજન દિવસ નિમિત્તે વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન જારી કરાઈ છે. આ કેન્સલેશન 05.08.2020 ના રોજ ગુજરાતના ત્રણેય ફિલાટેલી બ્યુરોઝ (અમદાવાદ જી.પી.ઓ., વડોદરા એચ.ઓ. અને રાજકોટ એચ.ઓ.) માં પ્રકાશિત કરવામાં આવી છે અને તે 05.08.2020 ના રોજ ત્રણેય બ્યુરો પર પ્રાપ્ત ટપાલ પર લગાવવામાં આવશે. ફિલાટેલિકના શોખમાં, વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન ખૂબ મહત્વનું છે અને તે ફિલાટેલિક મૂલ્યમાં ખૂબ જ શ્રેષ્ઠ છે.
ગુજરાતના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, અશોક કુમાર પોદ્દારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને, "રામાયણ" વિષયની ટપાલ ટિકિટો પર રામ મંદિર ભૂમિ પૂજન દિવસ નિમિત્તે 05.08.2020 ના રોજ પ્રકાશિત વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન સાથે વિશેષ આલ્બમ પ્રસ્તુત કર્યું.
500 વર્ષના સંઘર્ષ બાદની ઐતિહાસિક ક્ષણ, VHP-બજરંગદળ દ્વારા મહાઆરતી અને આતશબાજી કરાઈ
કોઈ પણ પ્રસંગની યાદ માટે ખાસ પિક્ટોરિયલ કેન્સલેશન પ્રકાશિત કરવામાં આવે છે. આ ફિલોટેલિક ઇતિહાસમાં એક મહાન ક્ષણ છે કે રામ મંદિર ભૂમિ પૂજન દિવસને વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન દ્વારા યાદગાર બનાવવામાં આવી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube