• 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાઁથી પક્ષપલટો કરીને ભાજપમાં જનારા નેતાઓનો રાફડો ફાટ્યો છે.

  • 2017 બાદ 19 ધારાસભ્યો રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા.

  • ક વિધાનસભાની પેટાચૂંટણીનો ખર્ચો લગભગ 2 કરોડ રૂપિયા આવે છે


આશ્કા જાની/અમદાવાદ :પેટા ચૂંટણી અને પક્ષપલટુ કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની અરજી કરી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટેમાં અરજદારે રજૂઆત કરી કે, ચૂંટણી પંચ પક્ષપલટો કરતા નેતાઓ મુદ્દે યોગ્ય નિયમો બનાવે અને જાહેરનામું બહાર પાડે. તાજેતરમાં કોંગ્રેસના 15 ધારાસભ્ય ભાજપમાં જોડાયા અને તેમાંથી 10 ધારાસભ્ય પેટાચૂંટણીમાં લડી રહ્યા છે. પક્ષપલટુ નેતાઓના લીધે પેટાચૂંટણી આવે છે. પેટાચૂંટણીથી લોકોના નાણાં વેડફાય છે. ત્યારે અરજદારે કહ્યુ કે, પેટાચૂંટણી (byelection) સમયે ઉમેદવારો પાસેથી ચૂંટણીનો ખર્ચ ચૂંટણી પંચ વસૂલે. ચૂંટણી સમયે ઉમેદવાર પાસેથી બાંહેધરી લો કે ટર્મ પૂર્ણ થાય નહિ ત્યાં સુધી જે પાર્ટીમાં હોય ત્યાં જ રહે. ત્યારે હાઈકોર્ટમા આ અંગેની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.


આ પણ વાંચો : CM રૂપાણીના ઘરેથી આવેલા એક ફોનથી ગરીબ બ્રાહ્મણની જિંદગી બદલાઈ ગઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષપલટો કરવાનો દોર ચાલી રહ્યો છે. નેતાઓ પક્ષ બદલે છે, જેથી ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીઓ આવે છે. આવામાં સરકારી તિજોરીમાંથી નાણાં વેડફાય છે. ત્યારે આ વિશે હાઈકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ જાહેરહિતની અરજી કરી છે. તેઓએ પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી અંગત પ્રચાર માટે કરેલા અને પેટાચૂંટમીના ખર્ચા માટે વપરાયેલા નાણાંની રિકવરી કરવાની માંગણી કરી છે. 


આ પણ વાંચો : રાજાઓને આકર્ષિત કરવા રાણીઓ શું કરતી? પુસ્તકોમાંથી મળ્યાં તેમની સુંદરતાના રહસ્યો 


જેમણે પક્ષપલટો કર્યો તેઓ નાણાં આપે 
જાહેરહિતની અરજીમાં જે પણ નેતાઓએ પક્ષપલટો કર્યો તેમની પાસેથી નાણાં વસૂલવા માંગ કરી છે. અરજી મુજબ, જુલાઈ 2018 થી જુન 2020 સુધી કરાયેલા પક્ષપલટામાં કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં ગયેલા નેતાઓ પાસેથી 2 કરોડનો ખર્ચ વસૂલવા ચૂંટણી પંચને આદેશ આપવા માંગ કરાઈ છે. તેઓએ અરજીમાં કહ્યું કે, એક વિધાનસભાની પેટાચૂંટણીનો ખર્ચો લગભગ 2 કરોડ રૂપિયા આવે છે. જેનો બોજો સરકારી તિજોરી પર પડે છે. આ નાણાં પ્રજાના છે. તેથી કોંગ્રેસમાંથી જે 15 પક્ષપલટુ ભાજપમાં જોડાયા તેમની નાણાં વસૂલો. સાથે જે ઉલ્લેખ કર્યો કે, જ્યા સુધી ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી નેતાઓ રાજીનામુ આપે નહિ તેવી બાંહેધરી પણ લો. 


19 નેતાઓનો પક્ષપલટો
2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાઁથી પક્ષપલટો કરીને ભાજપમાં જનારા નેતાઓનો રાફડો ફાટ્યો છે. 2017 બાદ 19 ધારાસભ્યો રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. 


આ પણ વાંચો : ‘મન્નત’ બંગલા વિશે ચાહકે સવાલ પૂછતા જ જોવા જેવી થઈ શાહરૂખની હાલત