ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં હોળી ઉત્સવને લઈ ભક્તોને ધસારો જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી લાખો લોકો પદયાત્રા કરી દ્વારકા પહોંચી રહ્યા છે. ફુલ્ડોર ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા લાખો ભક્તો દ્વારકા આવી રહ્યા છે. પદયાત્રા માર્ગ પર ઠેર ઠેર જગ્યાએ સેવાભાવી સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CCTV: સાંસદ રંજનબેનના વિરોધીઓની હવે ખેર નથી! AI ખોલશે રંજનબેનના વિરોધીઓના નામ


કીર્તિસ્તંભથી જગત મંદિર સુધી ખાસ વ્યવસ્થા
હોળી ઉત્સવને લઈને દ્વારકા આવતા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોળી ઉત્સવના પાંચ દિવસ પુર્વે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડને લઈ સ્થાનિક તંત્ર દ્વારા કીર્તિસ્તંભથી જગત મંદિર સુધી ખાસ વ્યવસ્થા કરાઈ છે. કીર્તિસ્તંભ ખાતે સામાનઘર અને પ્રસાદઘરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 25/03ના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે દ્વારકાધીશ ટ્રસ્ટ તરફ થી ફુલડોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈને વ્યવસ્થા ન સર્જાઈ, દર્શનાર્થીઓ સારી રીતે દર્શન કરી શકે એ માટે કીર્તિસ્તંભથી છપ્પન સીડી સુધી બેરીગેટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જગ્યાએ પોલીસ સ્ટાફ તરફ થી ત્યાં પૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે.


Video: બાળકને ઉચકીને મોલમાં ફરી રહ્યા હતા પિતા, અચાનક ત્રીજા માળેથી બાળક નીચે પટકાયુ


સ્પેશ્યલ બસો દોડાવામાં આવી
આ ઉપરાંત મંદિરની આસપાસ નિયત અંતરે ત્રણ જગ્યાએ પોલીસ સહાયતા કેન્દ્ર આરોગ્યની ટીમ તહેનાત કરેલી છે. જેથી કરીને કોઈ ઇમરજન્સી સર્જાઈ તો દર્શનાર્થીઓને તાત્કાલિક સેવા પૂરી પાડી શકાઈ આ ઊપરાંત એસ.ટી વિભાગ દ્વારા પણ અલગથી સ્પેશ્યલ બસો દોડાવામાં આવી છે. જેથી કરીને દર્શનાર્થીઓ પોતાના ગમતવ્ય સાથને જઈ શકે સમય મર્યાદામાં આ ઉપરાંત રસ્તા ઉપર અને દ્વારકા ખાતે પણ સેવાભાવિ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજ કે જે ઉત્સવમાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે એમને પણ નમ્ર અપીલ છે કે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને પુરતો સહયોગ કરે. 


પોસ્ટરવોર: કૃત્ય કરનારા ભાજપના કે પછી કોંગ્રેસના? રંજન ભટ્ટ સામે ભાજપમાં કાળો કકળાટ


ભક્તો પર અબીલ-ગુલાલના છાંટણા
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં હોળાષ્ટકનો આરંભ થઈ ચૂક્યો છે. જગતના નાથને હોળી-ધુળેટી ઉત્સવના 8 દિવસ પહેલા અબીલ અને ગુલાલના છાંટણા કરવામાં આવી રહ્યા છે. યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આરતીના સમયે શ્રીજીને રંગોત્સવમાં રંગવામાં આવ્યાં છે. પૂજારી દ્વારા રંગના પ્રસાદ રૂપે આવતા ભક્તો પર અબીલ-ગુલાલના છાંટણા કરવામાં આવી રહ્યા છે. હોળાષ્ટકનો પ્રારંભ થતાં શ્રીજીને સ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે. શ્રીજીના ભુજાઓ પર અબીલ-ગુલાલની પોટલીઓ ધારણ કરાવવામાં આવી છે. ફુલડોલ ઉત્સવ સુધી હરિભક્તો ભગવાનના પ્રસાદ સ્વરૂપે અબીલ-ગુલાલમાં રંગાઈને પોતાને ધન્ય બનશે.


ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આ હોસ્ટેલમાં છોકરા-છોકરીઓ 24x7 રહેશે ભેગા! 92 રૂમ સજ્જ


અગિયાર ભોગમાં દારિયાની દાળના લાડુ
દ્વારકાધીશ જગત મંદિર માં હાલ હોળી ઉત્સવ પર્વે હોળાષ્ટક એટલે કે ફાગણ સુદ અષ્ટમીથી કરી અને ફુલ્ડોર ઉત્સવ સુધી બંને આરતીની અંદર સંધ્યા આરતી અને સવારની શ્રૃંગાર આરતીમાં દ્વારકાધીશજી ના મુખ્ય ઉત્સવ રૂપે અબીલ અને ગુલાબ ભગવાનની ભુજામાં પોટલી બાંધી અને ચાંદીની પિચકારી બાંધી શુભચંદના વાઘા ભગવાનને ધારણ કરવામાં આવે છે અને વૈષ્ણવોની સાથે આ ઉત્સવ ઉજવાય છે. વાત વિશેષમાં કરીએ તો ભોગમાં નૈવેદ્યના ભગવાન દ્વારકાધીશજીને દારિયાની દાળના લાડુ ઠાકોરજીને આરોગવામાં આવે છે. ખાસ કરીને અગિયાર ભોગમાં દારિયાની દાળના લાડુ આરોગવામાં આવે છે.