ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આ હોસ્ટેલમાં છોકરા-છોકરીઓ 24x7 રહેશે ભેગા! 92 રૂમ કરાયા સજ્જ
Gujarat Hostel: ક્યાં આવેલી છે આ હોસ્ટેલ જ્યાં પહેલીવાર એક સાથે રહેવાના છે છોકરા-છોકરીઓ? હાલ કેમ ખુબ ચર્ચામાં આવ્યો છે આ મુદ્દો અને શું છે સાચી હકીકત જાણો વિગતવાર...ગુજરાત યુનિની બબાલ વચ્ચે સત્તાવાળાઓના આ નિર્ણયે ભારે ચર્ચા જગાવી છે. આ બાબતે વિવાદો પણ થયા છે.
Trending Photos
Study in Gujarat: ગુજરાત હંમેશાથી તેની અસ્મિતાને કારણે જાણીતું રહ્યું છે. અહીં માન-સન્માન અને મર્યાદાની વાત થાય છે. અહીં સદ્ધાંતો સાથેની સિદ્ધિઓની વાત થાય છે. બદલાતા સમયની સાથે આ પરિસ્થિતિ બદલાય તો નવાઈ નહીં. તેની શરૂઆત થઈ ચુકી છે...શું ગુજરાતને પણ લાગ્યો છે વિદેશનો રંગ? આ સવાલ અહીં એટલે ઉપસ્થિત થયો છે કારણકે, ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર છોકરા-છોકરીઓ એક જ હોસ્ટલમાં એક સાથે 24x7 રહેશે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પ્રકારની વ્યવસ્થા કેટલી યોગ્ય છે? એ સવાલ ચર્ચામાં રહેશે. જાણીએ વિગતવાર આખરે શું છે આખો મામલો... આ મામલે જબરદસ્ત વિરોધ પણ થયો છે. ગુજરાતના ઈતિહાસમાં આ પહેલીવાર એવું બન્યું છે કે યુનિની એક જ હોસ્ટેલમાં વિદેશી છાત્રા અને છાત્રો એક જ હોસ્ટેલમાં રહેશે. ગુજરાતમાં મારામારીનો મામલો વિશ્વભરમાં ચર્ચામાં આવ્યો છે. સરકાર આ મામલે એલર્ટ બની છે , આ કેસમાં સંડોવાયેલા તમામને જેલભેગા કરી દીધા છે.
છોકરા-છોકરોને રહેવા માટે 92 રૂમ સજ્જ કરાયાઃ
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ NRI હોસ્ટેલ આવેલી છે. NRI હોસ્ટેલ ચાર માળની છે. હોસ્ટેલમાં 92 રૂમ તમામ સુવિધાઓથી સજજ છે. હોસ્ટેલમાં નીચેના માળે 12 રૂમ છે. જ્યારે ચાર માળમાં 20-20 રૂમ છે. એક રૂમમાં ચાર વિદ્યાર્થીઓ રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જ્યારે તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે હોસ્ટેલ માટેની નવી ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. જો કે, હોસ્ટેલમાં નીચેનો માળ ખાલી રાખવામાં આવશે.
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એક જ હોસ્ટેલમાં એક સાથે રહેશે છોકરા-છોકરીઓઃ
આ મામલો છે ગુજરાત યુનિવર્સિટીનો. ગુજરાત યુનિવર્સિટીમાં બહારથી આવીને રહેતા એનઆરઆઈ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એક સરકારી સંસ્થાની એક જ હોસ્ટેલમાં 24x7 ભેગા રહેેશે છોકરા-છોકરીઓ. પ્રથમ વખત વિદેશી વિદ્યાર્થીઓને ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલને આ પ્રકારે ભેગી કરવામાં આવી રહી છે.
ગ્રાઉન્ડ ફ્લોર પર ખાલી રખાયા 12 રૂમઃ
NRI હોસ્ટેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 12 રૂમ ખાલી રાખવામાં આવશે. જ્યાં ક્યારેક વિદ્યાર્થીઓના વાલી કે પરિચિત આવે તો તેમને પરવાનગી સાથે રાખી શકાશે. હોસ્ટેલમાં પ્રથમ માળે આવેલા 20 રૂમમાં વિદેશી વિદ્યાર્થિનીઓ રહેશે. હોસ્ટેલમાં બીજા અને ત્રીજા માળે વિદેશી વિદ્યાર્થીઓ રહશે. અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એક જ હોસ્ટેલમાં એક સાથે રહશે.
માથાકૂટ બાદ ચર્ચામાં છે મામલોઃ
હાલમાં જ નમાજ પઢવા મામલે થયેલી માથાકૂટે ભારે ચર્ચા જગાવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની તથા તોડફોડની ઘટના બની હતી. જેને લઇને ભારે ઓહાપોહ મચ્યો હતો. ખુદ ગૃહ રાજ્યમંત્રીએ આખો મામલો પોતાના હાથમાં લઈને તપાસ તેજ કરાવી હતી. આ ઘટના બાદ વિદેશી વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે, એક સરકારી હોસ્પિટલમાં છોકરા-છોકરીઓ 24x7 એક સાથે રહેશે. આ નિર્ણય લેવાયા બાદ ગુજરાતમાં ભારે ચર્ચા જામી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે