પોરબંદર : શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોકર સાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટી દ્વારા બે દિવસીય પીન્ક સેલિબ્રેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેલિબ્રેશનમાં દેશભરમાંથી આવેલા પક્ષીપ્રેમીઓ જુદા-જુદા વેટલેન્ડોમાં જોવા મળતા વિવિધ પક્ષીઓેની સાથે હજારોની સંખ્યામાં વિહરતા ફ્લેમિંગોને જોઈને અનેરો રોમાંચનો અનુભવ કર્યો હતો. પોરબંદરમાં હજારોની સંખ્યામાં જોવા મળતા સુરખાબ પક્ષીઓને કારણે જ પોરબંદર શહેરને આજે સુરખાબ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હજારોની સંખ્યામાં લેઝર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો સહિતના પક્ષીઓને અહીથી ખુબ જ નજીકથી જોવાનો લ્હાવો પક્ષીપ્રેમીઓેને અહી મળે છે. પોરબંદરની મોકરસાગર કમીટી દ્વારા છેલ્લા 9 વર્ષથી બે દિવસીય પીન્ક સેલીબ્રેશનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષે પણ તારીખ 11 અને 12 જૂન એમ બે દિવસીય ફ્લેમિંગો ફેસ્ટીવલનુ આયોજન કરાયુ હતું. આ સેલિબ્રેશન યોજવા પાછળના હેતુ વીશે મોકર સાગર કમીટીના પ્રમુખે એવુ જણાવ્યુ હતુ કે,પોરબંદરમાં આવેલા વેટલેન્ડો અને ફ્લેમિંગો પ્રત્યે લોકોમાં જન જાગૃતી આવે તેવા હેતુથી દર વર્ષે આ પીન્ક સેલીબેશનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભ્રષ્ટ અધિકારીઓ જાગો તમે પૃથ્વીનો સત્યાનાશ કરશો! બોરવેલમાંથી કેમિકલયુક્ત પાણીથી ચકચાર


પોરબંદરમા જેટલા નજીકથી ફ્લેમિંગોને જોઈ શકાય છે તેટલા નજીકથી પક્ષી પ્રેમીઓ અન્ય કોઈ જગ્યાએથી ફ્લેમિંગોને નથી જોઈ શકતા. મે અને જુનના આ સમયમાં ગ્રેટર ફ્લેમિંગો અને લેઝર ફ્લેમિંગો એક ખાસ પ્રકારનું પ્રણય નૃત્ય કરે છે. જેને કોર્ટશીપ ડાન્સ કહેવામાં આવે છે. જેને જોવા માટે દેશભરમાંથી પક્ષીપ્રેમીઓ પોરબંદરના મહેમાનો બનતા હોય છે. આ પીન્ક સેલિબ્રેશનમાં આ વર્ષે પણ ગુજરાત રાજ્ય તેમજ ગોવા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ આ સેલિબ્રેશનમાં જોડાયા હતા.


શેલાનું આ તળાવ સમગ્ર દેશ માટે જળસંચયના અનોખા પ્રોજેક્ટનું ઉદાહરણ બની જશે


પોરબંદરમાં દર વર્ષે યોજાતા પક્ષીપ્રેમીઓના ઉત્સવ સમા આ પીન્ક સેલિબ્રેશનના પ્રથમ દિવસે પક્ષી પ્રેમીઓને પોરબંદરમાં જોવા મળતા ફ્લેમિંગો સહિતના વિવિધ પક્ષીઓ અને વેટલેન્ડો અંગે પ્રેઝન્ટેશન સહિત વિસ્તૃત રીતે પક્ષીજગત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તો બીજા દિવસે પક્ષીપ્રેમીઓ ફ્લેમીંગોને નજીકથી નિહાળી શકે તે માટે જાવર વેટલેન્ડ સહિતના સ્થળોએ લઈ જઈ પક્ષીદર્શન કરાવી માર્ગદર્શન આપવામાં આવશે. આ સેલીબ્રેશમાં ભાગ લેવા આવેલ પક્ષીપ્રેમીઓ પણ હજારોની સંખ્યામાં જોવા મળતા લેઝર અને ગ્રેટર ફ્લેમિંગોને નિહાળી આનંદીત થઈ ઉઠ્યા હતા.


ગુજરાતને મોદી-શાહની જોડીએ અનોખુ અને આદર્શ રાજ્ય બનાવ્યું: CM


પોરબંદર જિલ્લામાં આવેલ અનેક વેટલેન્ડોના કારણે પોરબંદર શહેરને પક્ષીઓનુ નગર પણ કહેવામાં આવે છે. દર વર્ષે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ અહીના મહેમાન બનીને કુદરતી સૌન્દર્યમાં વધારો કરે છે. ત્યારે લોકોમાં આ પક્ષીઓ પ્રત્યે વધુ જાગૃતી આવે તે માટેના જાગૃતિ કાર્યક્રમો યોજવા આમ તો વનવિભાગની ફરજ બન છે પરંતુ પીન્ક સેલિબ્રેશન કાર્યક્રમ વડે જે રીતે આ સંસ્થા દ્વારા પક્ષી જગત પ્રત્યે જાગૃતતા ફેલાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તે પણ પ્રંશસાને પાત્ર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube