ગુજરાતને મોદી-શાહની જોડીએ અનોખુ અને આદર્શ રાજ્ય બનાવ્યું: CM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એક જ દિવસમા એક સાથે રૂપિયા 279 કરોડથી વધુના વિકાસ કામોની ગાંધીનગરને કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહે ભેટ આપી હતી. સરકાર અને સમાજનું સામંજસ્ય જ આદર્શ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું. શહેરીકરણ, આપત્તિ-ચેલેન્જ નહી અવસર-તક બનાવવાની સિદ્ધિ ગુજરાતેપ્રધાનમંત્રી-ગૃહમંત્રીના દિશાદર્શનમાં મેળવી છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે હર્ષસંઘવી સહિત ભાજપનાં અનેક દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. 
ગુજરાતને મોદી-શાહની જોડીએ અનોખુ અને આદર્શ રાજ્ય બનાવ્યું: CM

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એક જ દિવસમા એક સાથે રૂપિયા 279 કરોડથી વધુના વિકાસ કામોની ગાંધીનગરને કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહે ભેટ આપી હતી. સરકાર અને સમાજનું સામંજસ્ય જ આદર્શ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું. શહેરીકરણ, આપત્તિ-ચેલેન્જ નહી અવસર-તક બનાવવાની સિદ્ધિ ગુજરાતેપ્રધાનમંત્રી-ગૃહમંત્રીના દિશાદર્શનમાં મેળવી છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે હર્ષસંઘવી સહિત ભાજપનાં અનેક દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ગુજરાતે શહેરીકરણને આપત્તિ- ચેલેન્જ નહિ, અવસર-તકમાં પલટાવ્યુ છે. ૪૮ ટકા શહેરીકરણ ધરાવતુ ગુજરાત શહેરી સુખાકારીમાં પણ અગ્રેસર છે. આદિવાસી ક્ષેત્ર, ખેતી, અવકાશ ક્ષેત્ર સહિત નાગરિકોના તમામ વર્ગ, વિકાસના હરેક ક્ષેત્રને ધ્યાને રાખી ગુજરાતે હોલિસ્ટિક ડેવલપમેન્ટની દિશા લીધી છે. 

મુખ્યમંત્રીએ કહ્યુ કે, ઇઝ ઓફ લીવીંગ માટે સૌને આવાસ, પાણી, વિજળી, ડ્રેનેજ, ઓનલાઇન ટેક્ષ પેમેન્ટ જેવી માળખાકીય સુવિધા પ્રધાનમંત્રીના દિશા દર્શનમાં ગુજરાતે પૂરુ પાડી છે. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, આજ પરંપરા આગળ ધપાવતાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે છેલ્લા ત્રણ વર્ષમાં પોતાના સંસદીય મતક્ષેત્રમાં ૮,૬૦૦ કરોડથી વધુ રકમના વિકાસ કામોની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસની મુખ્યધારાથી કોઇ વંચિત ન રહી જાય તેવી પ્રતિબદ્ધતા સાથે લોકહિત કામોના અથાગ પરિશ્રમની કાર્યપદ્ધતિ નરેન્દ્ર અને અમિતના નેતૃત્વમાં વિકસાવી છે.

રાજ્યના શહેરો-નગરોના અને સમગ્ર શહેરી વિકાસ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે ૧૪,૨૯૭ કરોડ રૂપિયાનું બજેટ શહેરી વિકાસ વિભાગ માટે ફાળવ્યુ છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણાએ કહ્યું કે, ગાંધીનગરના નાગરિકોની સુવિધા સાથે સુખાકારી વધે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં આજે ભારતે વૈશ્વિક સ્તરે ખ્યાતિ મેળવી છે. સુદ્રઢ આયોજન અને શાસન થકી ગુજરાતે છેલ્લા બે દાયકામાં જળસંચય અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે નેત્રાદિપક જેવી કામગીરી કરી છે. જેમાં ગાંધીનગરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા અને ગટરના પાણીના શુદ્ધિકરણ બાદ નિકાલ કરવાના ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુડાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહેલ કામો વધારો કરી રહ્યા છે.

ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, ગાંધીનગર મહાનગપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુવિધા વધે તે હેતુ રૂ. ૧૯૩ કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને રૂ. ૮૫ કરોડથી વધુના લોકાર્પણ કાર્યો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા ગ્રામ્ય વિસ્તાર, ખોરજ, ઝુંડાલ, અમિયાપુર, સુઘડ, કોટેશ્વર, ભાટ, નભોઈ તથા તેને સંલગ્ન ટી.પી. વિસ્તારમાં નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવા તથા ગટરના પાણીનું વૈજ્ઞાનિક ઢબે શુદ્ધિકરણ કરી અને તેનો નિકાલ કરવાના અંદાજિત રૂ।. ૧૯૩ કરોડના ૧૫ જેટલા કામો, ગાંધીનગર શહેરમાં સેકટર-૫, સેકટર-૧૬ તથા સેકટર-૨૩માં નવીનીકરણ થયેલ બગીચાઓ, ગુડા ભવન, કુડાસણ ખાતે એમ.આઈ.જી-૧ રહેણાંક આવાસો, અડાલજ ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ઈએસઆર અને પાઈપલાઈન નેટવર્ક અને વાવોલ બાયપાસ આર.સી.સી. રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કુડાસણ, ચિલોડા, રાયસણ અને અડાલજ ખાતેના એમ.આઈ.જી.-૧ અને એલ.આઈ.જી.-૧ ના ૧૩૪ આવાસોનો ડ્રો પણ કરાયો હતો.

આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી, અમદાવાદ પૂર્વના સંસદ સભ્ય હસમુખ પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ પટેલ, પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઇ પટેલ, કલેકટર કુલદીપ આર્ય સહિત ગાંધીનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.અધિક કલેક્ટર મતી ભાવના બારડે આભાર વિધિ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news