Junagadh News : ગિરનારને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે હાલ અભિયાન શરૂ કરાયું છે. તેથી ગિરનાર પર ક્યાંય પ્લાસ્ટિક બોટલમાં પાણી નહિ વેચાય. તંત્રના આ નિર્ણયથી મુસાફરોની હાલત કફોડની બની છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગિરનાર પર્વત પરના વેપારીઓને વોટર-જગ આપવામાં આવ્યા છે, પરંતુ અહીં આવતા પ્રવાસીઓ વોટર-જગમાંથી લૂઝ પાણી પીવા તૈયાર નથી. તો બીજી તરફ, ગિરનાર ચઢવા માટે કોઈ શ્રદ્ધાળુઓ કેટલુ પાણી ઉપાડીને ચઢે. એક તરફ, તંત્રના આ નિર્ણય સામે વેપારીઓ વિરોધમાં ઉતર્યા છે. તો બીજી તરફ, આરોગ્યને ધ્યાનમાં રાખીને મુસાફરો લુઝ પાણી પીવા તૈયાર થતા નથી. જેથી હાલ ગિરનાર આવી રહેલા શ્રદ્ધાળુઓ પરેશાન થઈ ગયા છે. તંત્ર આ સમસ્યાનો હલ કાઢે એવી વેપારીઓ અને પ્રવાસીઓ માગ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી માટે ગિરનાર સીડીઓ પર પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત દુકાનદારોને તંત્ર દ્વારા સીએસઆર અંતર્ગત પાણીના કેરબા પણ આપવામાં આવ્યા છે. પરંતુ તે પૂરતુ નથી. ગિરનારના 10 હજાર પગથિયા ચઢવા હોય તો મુસાફરોને ડગલે ને પગલે પાણીની જરૂર પડશે, તેમાં પણ હવે તો ઉનાળો આવ્યો છે. જો આવામાં કોઈ શ્રદ્ધાળુઓને કંઈ થયુ તો કોની જવાબદારી. 


આ તારીખો નોંધી લો, ગુજરાતમાં ફરી વરસાદની છે આગાહી, પણ તે પહેલા આવ્યું ઠંડીનું મોજું


સહયોગ આપવા કલેક્ટરની અપીલ 
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પણ ગિરનાર આવતા શ્રદ્ધાળુ યાત્રિકોને પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની અન્ય કોઈપણ ચીજ વસ્તુઓ સાથે ન લાવવા માટે અનુરોધ કર્યો છે. તેમજ પ્લાસ્ટિકના વપરાશથી ગિરનાર, વન્યપ્રાણી અને પર્યાવરણ હાનિ ન પહોંચે તે માટે સહયોગ આપવા પણ અપીલ કરી છે. ઉપરાંત પ્રવાસી-શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી માટે ટેટ્રાપેક ઉપલબ્ધ રાખવાનુ આયોજન હેઠળ છે.


પુત્રએ પિતાની લારીને ગુજરાતની ફેમસ ફુડ બ્રાન્ડ બનાવી, આજે વિદેશોમાં છે રેસ્ટોરન્ટ


વેપારીઓએ આંદોલન કર્યું
ગિરનાર પર પાણી બંધ થતાં 120થી વધુ વેપારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે. જેમાં હાઈકોર્ટના હુકમથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તેથી પાણીની બોટલના વેચાણ બંધ થયાં છે. મંદિર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા નહીં તો ઉગ્ર આંદોલન થશે. તેમજ વેપાર-ધંધો બંધ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.


ગિરનાર પર પાણીની કોઈપણ જાતની વ્યવસ્થા ન હોય અને પ્લાસ્ટિકની પાણીની બોટલોનું વેચાણ પણ બંધ કરવામાં આવતાં વેપાર રોજગાર પર માઠી અસર પડી છે. જેનાં કારણે ગિરનાર સીડી પરનાં નાના-મોટા આશરે 120 જેટલા વેપારીઓએ હડતાલ પર ઉતરી ગયા છે.