ગાંધીનગર: વડાપ્રધાન મોદી દિવસભરના અનેક કાર્યક્રમો અને ઉદ્દઘાટનો કર્યા બાદ ગાંધીનગર ખાતે માતા હિરાબાના નિવાસ સ્થાને પહોચ્યાં હતા. મહત્વનું છે, કે જ્યારે જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવે છે. ત્યારે અચુક પણે માતા હિરાબાના આશીર્વાદ લે છે. વડાપ્રધાન મોદી ગાંધીનગર ધોળેશ્વર મહાદેવના દર્શન કરીને સીધા મતાના આશીર્વાદ લેવા માટે પહોચ્યા હતા. માતા સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે રાજભવનમાં પહોચ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે માતાના આશીર્વાદ લીધા પહેલા વડાપ્રધાન મોદી ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેવા માટે પહોચ્યાં હતા. પ્રધાનમંત્રી મંદિરે જવાના હોવાથી મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ મંદિરનો ઉલ્લેખ વર્ષો જુના ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. મંદિરમાં પહોચતા જ વડાપ્રધાનું સાલ ઓઢાડીને પુજારીએ સ્વાગત કર્યું હતું. 


જામનગરમાં કર્યું કરોડોના કામનું લોકાર્પણ
જામનગર એરફોર્સ વન પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કલેક્ટર તથા સાંસદ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. એરફોર્સ વનથી તેઓ જીજી હોસ્પિટલ જવા રવાના  થયા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વાર તેઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. 2014માં તેમણે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશાળ જન મેદનીને સંબોધી હતી, ત્યારે આજે પણ વડાપ્રધાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જ સંબોધન કરશે.


જામનગરમાં પીએમ મોદીનો હુંકાર, 2019માં ફરી મોદી સરકાર આવવાની જ છે


ચૂંટણી પહેલા PM મોદીને મળ્યો પાટીદારોનો સાથ
જામનગરમાં કરોડોના કામોનું લોકાર્પણ કર્યા બાદ હવે પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા હતા. જામનગરમાં સભાને સંબોધનમાં કોંગ્રેસ અને પાકિસ્તાન પર સીધો વાર કરનાર પીએમ મોદી હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપવાના છે. જેના બાદ તેઓ જાસપુરમાં આકાર લઈ રહેલ ઉમિયા માતાના મંદિરનું પણ ભૂમિ પૂજન કરાવ્યું હતું. કડવા પાટીદારોના કુળદેવી એવા ઉમિયા માતાના આ વિશ્વ ઉમિયા ધામનું ભૂમિપૂજન પીએમ મોદીએ કરાવ્યું હતું. ત્યારે પાટીદાર સમાજ કેવી રીતે ભાજપ અને મોદીના પડખે છે તેવુ અહી સ્પષ્ટ દેખાઈ આવતુ હતું. મંચ પર મોટી સંખ્યામાં સાધુ સંતો અને પાટીદાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.  


ચૂંટણી પહેલા PM મોદીને મળ્યો પાટીદારોનો સાથ, બોલ્યા, ચિંતા ના કરતા 2019 પછી પણ હું જ છું 


PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ આખરે પૂરો થયો
વડાપ્રધાન મોદીએ વસ્ત્રાલ પાસે આવેલા મેટ્રો સ્ટેશન પર પહોંચીને મેટ્રોના સ્ટેશન અને રૂટ અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. અધિકારીઓ દ્વારા વડાપ્રધાને મેટ્રો રેલ અને તેના રૂટ અંગે માહિતી પણ આપાવમાં આવી હતી. વડાપ્રધાન મોદીએ મેટ્રોનું ઉદઘાટન કર્યા બાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે પહોચ્યા હતા. શાળાના બાળકો તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વડાપ્રધાને મુસાફરી કરી હતી.


વિપક્ષ પર PM મોદીના ચાબખા, ગાળ આપવી હોય તો મને આપો... સેનાને નહિ


ટેકનોલોજીથી સજ્જ 1200 પથારી વાળી નવી સિવિલ કર્યું ઉદ્દઘાટન
વડાપ્રધાન મોદી અમદાવાદમાં મેટ્રો રેલનું ઉદ્દઘાટન કર્યા બાદ અસારવા નવી સિવલનું ઉદ્દઘાટન કરવા માટે પહોચ્યા હતા. જ્યાં  ક્રિકેટ મેદાનમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 1200 બેડની નવી સિવિલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. સાથે જ નવી કેન્સર નવી બિલ્ડીંગ અને આંખની નવી બિલ્ડીંગને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.