ચૂંટણી પહેલા PM મોદીને મળ્યો પાટીદારોનો સાથ, બોલ્યા, ચિંતા ના કરતા 2019 પછી પણ હું જ છું 

 જામનગરમાં કરોડોના કામોનું લોકાર્પણ કર્યા બાદ હવે પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા છે. જામનગરમાં સભાને સંબોધનમાં કોંગ્રેસ અને પાકિસ્તાન પર સીધો વાર કરનાર પીએમ મોદી હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપવાના છે. જેના બાદ તેઓ જાસપુરમાં આકાર લઈ રહેલ ઉમિયા માતાના મંદિરનું પણ ભૂમિ પૂજન કરાવશે. 

ચૂંટણી પહેલા PM મોદીને મળ્યો પાટીદારોનો સાથ, બોલ્યા, ચિંતા ના કરતા 2019 પછી પણ હું જ છું 

કિંજલ મિશ્રા/બ્રિજેશ દોશી/અમદાવાદ : જામનગરમાં કરોડોના કામોનું લોકાર્પણ કર્યા બાદ હવે પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા હતા. જામનગરમાં સભાને સંબોધનમાં કોંગ્રેસ અને પાકિસ્તાન પર સીધો વાર કરનાર પીએમ મોદી હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપવાના છે. જેના બાદ તેઓ જાસપુરમાં આકાર લઈ રહેલ ઉમિયા માતાના મંદિરનું પણ ભૂમિ પૂજન કરાવ્યું હતું. કડવા પાટીદારોના કુળદેવી એવા ઉમિયા માતાના આ વિશ્વ ઉમિયા ધામનું ભૂમિપૂજન પીએમ મોદીએ કરાવ્યું હતું. ત્યારે પાટીદાર સમાજ કેવી રીતે ભાજપ અને મોદીના પડખે છે તેવુ અહી સ્પષ્ટ દેખાઈ આવતુ હતું. મંચ પર મોટી સંખ્યામાં સાધુ સંતો અને પાટીદાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.  

કાર્યક્રમથી Live : 

  • 2019 પછી પણ હું જ છું તેની ચિંતા ન કરતા. આવુ કહેતા જ જનમેદનીમાં મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત સરકારે આમાં કંઈ પણ કરવું હોય તો દિલ્હીમાં જે ઘર છે તે તમારું જ છે. 
  • આજે મા ઉમિયાના ચરણોમાં બેસ્યા છે, ત્યારે છગનબાપાને યાદ કરવા જોઈએ. આજે જેટલા બેસ્યા છે, તેમના મૂળમાં છગનબાપાની દીર્ઘદ્રષ્ટિ હતી. આ મહાપુરુષે કોઈ આટાપાટા નહિ, પણ તેમણે શિક્ષણના રસ્તે પાટીદાર સમાજને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. પણ હવે છગનબાપાથી નહિ ચાલે, હવે સેંકડો છગનબાપાની જરૂર છે. જે સમાજને નવી ચેતના આપે.
  • વીર જવાનો પરાક્રમ કરે તો નાનુ શુ કામ કરે. મોટુ કરે, પાકુકુ કરે, જ્યાં કરવાનુ હોય ત્યાં જ કરે. ભારતનો મિજાજ બદલાયો. ભારતના સામાન્ય માનવીનુ મન બદલાયુ છે. તેને કારણે દેશ આજે સંકલ્પ લઈ શકે છે અને શિદ્ધી હાંસિલ કરી શકે છે. સમાજને આધ્યાત્મિક શ્રદ્ધાને આધારે બદલવો જરૂરી છે. કોઈએ કલ્પના કરી હતી કે, આખી દુનિયા નાક પકડીને યોગ કરવા બેસે, આ યોગ મોદી નથી લાવ્યા, તે તો ઋષિ મુનીઓની વિરાસત છે. 
  • તેમણે કહ્યું કે, આ વખતે પ્રયાગરાજમાં જે કુંભમેળો થયો, પણ આ વખતે તેની ચર્ચા દુનિયાના અખબારોમાં થઈ. તે પણ સ્વચ્છતાની બાબતમાં. તેની સ્વચ્છતાની આ દુનિયામાં નોંધ લેવાઈ. 
  • તેમણે કહ્યું કે, હજારો વર્ષોનો આપણો ઈતિહાસ છે કે, આ દેશને ઋષિ, ખેડૂતો, ગુરુ, શિક્ષકોના યોગદાનથી બનેલું છે. આપણી આધ્યાત્મિક પરંપરા અને વિરાસત તેનુ ચાલકબળ રહ્યું છે. ગુલામીના કારખાનામાં પણ આટલી મોટી લડાઈ હજાર-બારસો વર્ષ સુધી લડી રહ્યા. દેશ માટે હંમેશા મરજીવીયાના કતાર લાગેલી છે. આ દેશની ચેતના તેની પ્રેરણા હશે. એક પ્રકારે આપણે આધ્યાત્મિક પરંપરા સામાજિક ચેતનાની કેન્દ્રમાં રહી છે. જેને કારણે સમાજ જીવનમાં સમયાનુકુળ પરિવર્તન આવ્યું છે. સમય જતા કેટલુક વિસરાયું છે. 
  • પીએમ મોદીએ વિશ્વ ઉમીયા ધામની ભૂમિ પૂજનનું અનાવરણ કર્યું. તેમણે પોતાના સંબોધનમાં બોલ મારી મા, ઉમિયા માના સૂત્રોચ્ચાર કરાવ્યા હતા. તો સાથે જ હર હર મહાદેવ પણ કહ્યું હતું. તેમણે ભારત માતા કી જયના ત્રણ જયકાર બોલાવ્યા હતા. 

Capture232.jpg

પાટીદારો માટે આજે ખાસ દિવસ
જાસપુરમાં 2 લાખ ચોરસ વાર જમીનમાં આકાર લઈ રહેલ વિશ્વ કક્ષાનુ ઉમિયા માતાના મંદિરનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભુમિ પુજન થશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સામાજિક એમ્પાવર્મેન્ટ હબ અને મા ઉમિયાના વિશ્વકક્ષાના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ખાતે 100 વીઘા જમીનમાં 1000 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે.આ પ્રસંગે લાખોની સંખ્યામા પાટીદારો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે 20 હજારથી વધુ સંખ્યામા સ્વયં સેવા જોડાયા છે. તો લગભગ 5 લાખથી વધુ લોકોને આમંત્રણ આપવામા આવ્યુ છે. કાર્યક્રમ સ્થળે આવવવા 3 હજારથી વધુ બસો મુકવામાં આવી છે. 1 કરોડ 10 લાખ ચોરસ ફુટ વિસ્તારમા 75 હજાર કાર અને બસોની પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમમાં 4 હજાર બાળકો સાંસ્કૃતિક પર્ફોમન્સ આપશે. એક સાથે 11 હજાર યજમાનો મા ઉમિયાની મહાપુજા કરીને અહીં અનોખો રેકોર્ડ બનાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news