ભ્રષ્ટાચાર પર કાતર ફેરવવી એ મારી સર્જરીનો પ્રકાર છે : PM મોદી
PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા... અમદાવાદ સિવિલના 1275 કરોડના નવા પ્રકલ્પની PMના હસ્તે ભેટ... 1275 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત... યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલની બિલ્ડીંગનું લોકાર્પણ,,, કિડની રિસર્ચ સેન્ટર માટે નવી હોસ્પિટલનું લોકાર્પણ
અમદાવાદ :જામનગરમાં જંગી સભાને સંબોધીને પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા છે. જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 1275 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. એને લઈને તંત્ર દ્વારા તમામ તૈયાર કરી દેવામાં આવી છે.
પીએમ મોદીએ ગુજરાતના કેટલાક દર્દીઓ સાથે વાતચીત કરીને તેમના હાલચાલ પૂછ્યા. સંબોધનમાં તેમણે કહ્યું કે, આપણું સિવિલ હોસ્પિટલ નાનકડું ગામ જેવું છે. સેવાના કામને આગળ વધારવા માટે તમામને શુભેચ્છા પાઠવુ છું. દુનિયાની સૌથી બેસ્ટ ટેકનિક, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્ર્કચર અમદાવાદ, ગુજરાતમાં ઉપલબ્ધ થશે. જે ખાનગી હોસ્પિટલમાં નથી જઈ શક્તા, તેઓ માટે આ સરકારી હોસ્પિટલ સેવા માટે તૈયાર રહેશે. આજે મેડિસિટી કેમ્પસ પણ તૈયાર થઈ ગયું છે. યુએન મહેતા હોસ્પિટલ ઓફ કાર્ડિયોલોજીની સુવિધાઓ વધી રહી છે. દેશનું પહેલુ સરકારી હોસ્પિટલ છે, જ્યાં સાઈબર નાઈફ જેવી ટેકનિક ઉપલબ્ધ છે. હું તમામ ગુજરાતવાસીઓને આ ઉપલબ્ધિઓ માટે શુભેચ્છા આપું છું.
આ પણ વાંચો : આઘાતજનક સમાચાર, ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ એક્ટરનું નિધન
તેમણે કહ્યું કે, આજે ગુજરાતનો કોઈ મુકાબલો નથી. ગુજરાતમાં પાણી, વીજળી, કાયદા વ્યવસ્થાની સ્થિતિ બધુ જ સારું છે. અહી સબકા સાથ સબકા પ્રયાસવાળી સરકાર મળીને કામ કરે છે. અમદાવાદમાં સ્વાસ્થય સાથે જોડાયેલી નવી સેવાઓએ ગુજરાતને નવી ઓળખ આપી છે. મેડિસિટીમાં ગુજરાતના લોકોને સારું સ્વાસ્થય મળશે. ટોપ મેડિકલ ફેસિલિટી હવે ગુજરાતમાં આવી રહી છે. સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન જરૂરી છે. આ વાત સરકાર પર પણ લાગુ પડે છે. જો સરકારનું મન સ્વસ્થ ન હોય તો રાજ્યનો સ્વાસ્થ્ય ઢાંચો નબળો બને છે. ગુજરાતે અનેક વર્ષો આ પીડા સહન કરી છે.
આ પણ વાંચો : રંગ રાખ્યો આજે કાઠિયાવાડે... પીએમ મોદીએ આવું કહેતા જ જામકંડોરણાની સભા ગુંજી ઉઠી
પીએમ મોદી બોલ્યા કે, ભ્રષ્ટાચાર પર કાતર ફેરવવી એ મારી સર્જરીનો પ્રકાર છે. અમે સંવેદનશીલતા સાથે કામ કર્યું. લોકોની વચ્ચે જઈને તેમની તકલીફ જાણી. ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય છે જે પશુઓ માટે પણ હેલ્થ કેમ્પ લગાવે છે. મારા ગુજરાતમાં પશુઓની ડેન્ટલ, આઈ ટ્રીટમેન્ટ થાય છે. જી20 સમિટમાં મેં કહ્યુ હતું કે, જ્યાં સુધી અમે વન અર્થ વન હેલ્થ મિશન પર કામ નહિ કરીશું, તો ગરીબોની કોઈ મદદ નહિ કરે. અનેક દેશોમાં ગરીબોને વેક્સીન મળી તો મને દર્દ થતુ હતું. ત્યારે અમે દુનિયામાં વેક્સીન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેથી દુનિયામાં કોઈ મરવુ ન જોઈએ. જ્યારે મનથી પ્રયાસ કરાય તો પરિણામ પણ બહુઆયામી મળશે. આ જ ગુજરાતની સફળતાનું મંત્ર છે. શિક્ષા અને સ્વાસ્થય વર્તમાન નહિ, પરંતુ ભવિષ્યની દિશા પણ નક્કી કરે છે. મહામારીમાં આ જ હોસ્પિટલો સૌથી મહત્વના બની ગયા.
PM મોદી સુવિધાઓના લોકાર્પણ કરશે
- યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં 71 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ.
- હૃદયની સારવાર માટે 54 કરોડ રૂપિયાના આધુનિક મશીન સહિત વિશ્વસ્તરીય સુવિધાઓ.
- અસારવાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસ એન્ડ રિસર્ચ સેન્ટરની 408 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નવી હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ.
- મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ.
- ગરીબ દર્દીઓના પરિવારજનો માટે 39 કરોડના ખર્ચે રેનબસેરાનું ખાતમુહૂર્ત.