હિંમતનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગર ખાતે ચૂંટણી સભાને સંબોધતાં ચૂંટણી સંદર્ભે મોટી વાત કરી હતી. જનતાને સંબોધતાં એમણે કહ્યું કે, આ ચૂંટણી કોઇ પાર્ટી હારે કે જીતે એના માટે નથી. આ ચૂંટણી તમારા સંતાનોના ભવિષ્ય માટે નિર્ણય કરવાની ચૂંટણી છે. વધુમાં એમણે હિંમતનગરની હિંમતની પ્રશંસા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ છો? કહીને ચૂંટણી સભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરની હિંમતની પ્રશંસા કરી હતી. મંગળવારે આવેલી આંધીમાં સભા મંડપને થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે તો મારે હિંમતનગરના હિંમતની પ્રશંસા કરવી જ પડે. મારા દિલ્હીના અધિકારીઓ ચિંતા કરતા હતા કે હવે શું થશે? મેં એમને કહ્યું કે ચિંતા ના કરો આ હિંમતનગર છે. આ બધા પહોંચી વળે એવા છે.


હિંમતનગર: પીએમ મોદીએ શું કહ્યું? જાણો વિગતે


દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ જાણવા ક્લિક કરો