અમદાવાદ :ગુજરાતમાં ચૂંટણીના દિવસો હવે નજીક આવી રહ્યાં છે. ત્યારે દરેક પક્ષ ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયો છે. દિગ્ગજ નેતાઓએ ગુજરાતની વાટ પકડી છે. આવામાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવીને જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિમાં ગુજરાત આવીને પ્રચાર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી ક્યારે આવશે
નવરાત્રિ શરૂ થતાં જ પીએમ મોદી ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર કરશે. તેઓ પાંચ દિવસના ગુજરાતના પ્રવાસે આવનાર છે. આ 5 દિવસમાં તેઓ 12 થી વધુ જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી મોદી 29, 30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓકટોબર દરમિયાન 5 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન નવરાત્રિ હોઈ તેઓ મંદિરમાં પણ જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. 


આ પણ વાંચો : ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીનો ઔવેસીને પડકાર, હૈદરાબાદનું નામ બદલવા મુદ્દે આપ્યું નિવેદ


5 દિવસના પ્રવાસનું શિડ્યુલ


  • 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીના પ્રવાસે 

  • 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ

  • 10 ઑક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે  

  • 11 ઓકટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે


આ પણ વાંચો : ચારધામ ગયેલા ગુજરાતીઓની બસમાં લાગી આગ, જોતજોતામાં બસ આગનો ગોળો બની ગઈ


અમિત શાહ ગુજરાત આવશે
ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 27 સપ્ટેમ્બરે તેઓ ગુજરાતમાં હશે, આ દિવસે નવરાત્રિનું બીજું નોરતુ છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરશે. છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડીંગ ખાલી કરવામાં આવ્યું હતું. અમિત શાહના કાર્યક્રમને લઈ તાબડતોબ કામગીરી શરૂ કરાઇ છે. નવરાત્રિ દરમિયાન તેઓ પોતાના વતન માણસામાં આરતી દરમિયાન સહપરિવાર હાજરી આપે તેવી પણ શક્યતા છે. માણસા ખાતે સહપરિવાર કુળદેવીના દર્શન કરશે.