ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ ઔવેસીને ફેંક્યો પડકાર, હૈદરાબાદનું નામ બદલવા મુદ્દે આપ્યું મોટું નિવેદન

Brijrajdan Ishardan Gadhvi Challenge To Asaduddin Owaisi :  મોરબીમાં યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ અસદુદ્દીન ઔવેસીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બ્રિજરાજદાન ગઢવીએ મંચ ઉપરથી ઔવેસીને કહ્યું કે...

ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ ઔવેસીને ફેંક્યો પડકાર, હૈદરાબાદનું નામ બદલવા મુદ્દે આપ્યું મોટું નિવેદન

હિમાંશુ ભટ્ટ/મોરબી :ગુજરાતના જાણીતા ગાયક કલાકારોમાં જેમની ગણતરી થાય છે તેવા બ્રિજરાજ દાન ગઢવી તેમના નિવેદનો માટે પણ પ્રખ્યાત છે. ત્યારે લોકગાયક બ્રિજરાજદાન ગઢવીનો અસદુદ્દીન ઔવેસીને પડકાર ફેંક્યો છે. બ્રિજરાજદાન ગઢવીએ PM મોદીના સમર્થનમાં ચોંકાવનારું નિવેદન આપ્યું કે, હૈદરાબાદનું હનુમાનગઢ થશે, તમને ખબર પણ નહી પડે. 

મને કહેવા દો કે નરેન્દ્ર મોદી તારો બાપ છે
મોરબીમાં ગત રોજ ડાયરો યોજાયો હતો. આ દરમિયાન બ્રિજરાજદાન ગઢવી, સાગર ગઢવી અને પૂનમબેન ગોંડલિયા જોડાયા હતા. કાર્યક્રમમાં બ્રિજરાજદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો. ત્યારે મોરબીમાં યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ અસદુદ્દીન ઔવેસીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બ્રિજરાજદાન ગઢવીએ મંચ ઉપરથી ઔવેસીને કહ્યું કે, જબ મોદી હિમાલય મેં ચલા જાયેગા, ઓર યોગી મઠ મેં ચલા જાયેગા, તો ફીર તુમ્હે કૌન બચાને આયેગા. મને કહેવા દો કે નરેન્દ્ર મોદી તારો બાપ છે. એ તારા હૈદરાબાદને ક્યારે હનુમાન ગઢ કરી નાંખશે એ સપને ય વિચાર નહિ કરી શકે. ઈ અમારો યોગી છે, ઈ અમારો યોગી છે. હુ ભાજપમાં નથી, નથી કોંગ્રેસ કે નથી આપ, કે નથી અપક્ષમાં. હુ ચારણ છું. મને ગમે તેને કહેવાનો અધિકાર છે. 

બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ થયું હતું વાક્યુદ્ધ
તાજેતરમાં ગુજરાતના બે જાણીતા લોક કલાકાર બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. રૂપલ મા જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. ડાયરામાં ઇશરદાન ગઢવીના પુત્ર બ્રિજરાજદાન ગઢવીએ કહ્યુ હતુ કે, જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે. ત્યારે ધોળકના કોઠ ગામે લોકડાયરામાં દેવાયત ખવડે બ્રિજરાજદાન પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, "મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય. આ બાદ બંને કલાકારોએ સમાધાન કર્યું હતું અને તેનો વીડિયો શેર કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news