અંબાણી બાદ આ ગુજરાતીના દીકરાના લગ્નમાં પીએમ મોદીએ આપી હાજરી, કાર્યક્રમ બાદ સીધા લગ્નમાં પહોંચ્યા હતા
PM Modi At Savji Dholakiya Son Wedding : ગુજરાત પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રને રૂ. 4800 કરોડનાં વિકાસકામોની PMની ભેટ... આ બાદ તેઓ જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા
Amreli News : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળી પહેલા ગુજરાત પ્રવાસે હતા. તેમણે સ્પેનના પ્રધાનમંત્રી સાથે વડોદરામાં મુલાકાત બાદ અમરેલી પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે વ્યસ્તતામાંથી સમય કાઢીને પ્રધાનમંત્રીએ અમરેલી પ્રવાસમાં એક જાણીતા ગુજરાતીના પુત્રના લગ્નપ્રસંગમાં હાજરી આપી હતી. તેમની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સામે આવ્યો છે.
પીએમ મોદીએ લાઠીમા ઉધોગપતિ સવજી ધોળકીયાના પુત્રના લગ્નમા હાજરી આપી હતી. પીએમ મોદીએ પ્રખ્યાત રામકથાકાર મોરારીબાપુ જોડે પણ સમારોહમા મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેમને મોરારીબાપુ સાથે ટુંકી વાતચીત પણ કરી હતી.
[[{"fid":"605401","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"modi_wedding_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"modi_wedding_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"modi_wedding_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"modi_wedding_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"modi_wedding_zee2.jpg","title":"modi_wedding_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીએ રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની પણ મુલાકાત લઇને તેમની સાથે ટૂંકી ચર્ચા કરી હતી.
[[{"fid":"605402","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"modi_wedding_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"modi_wedding_zee.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"modi_wedding_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"modi_wedding_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"modi_wedding_zee.jpg","title":"modi_wedding_zee.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]
મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી સોમવારે ગુજરાતના પ્રવાસે છે અને તેમણે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આમ, મુકેશ અંબાણી બાદ આ ગુજરાતીના દીકરાના લગ્નમાં પીએમ મોદીએ આપી હાજરી હતી.