કેવડિયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત સરકાર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે અને સવારથી સરદાર સરોવર ડેમ સાઇટની મુલાકાતે છે. નર્મદા ડેમ માટે અને એમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, જો આ ડેમ માટે કોઇ એક વ્યક્તિને શ્રેય આપવો હોય તો એ નરેન્દ્રભાઇને જાય છે. ન્યૂ ઇન્ડિયા આજે વિશ્વમાં આગળ વધી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયા ગુજરાત પર ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવી રહી છે ત્યારે આજે ગુજરાતમાં ઘરે ઘરે લાપસીના રાંધણ છે. 


Live : નર્મદે સર્વદે.... પીએમ મોદીએ કર્યા નર્મદા નીરના વધામણાં, નદીને શ્રીફળ-ચૂંદડી અર્પણ કરી