close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

નર્મદે સર્વદે.... પીએમ મોદીએ કર્યા નર્મદા નીરના વધામણાં, નદીને શ્રીફળ-ચૂંદડી અર્પણ કરી

પોતાના 70મા જન્મદિવસને ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે. પોતાના જન્મદિવસ પર તેઓ નર્મદા ડેમમાં આવેલા નવા નીરના વધામણા કરશે. પરંતુ પોતાના જન્મદિવસ પર વહેલી સવારે હીરાબાના આર્શીવાદ લેવાનો તેમનો નિત્યક્રમ તૂટ્યો હતો. મોડી રાત્રે તેઓ ગુજરાત પહોંચ્યા હતા. જેના બાદ સવારે ગાંધીનગરથી કેવડિયા જવા રવાના થયા હતા. પોતાના જન્મદિવસ પર નિત્યક્રમ મુજબ તેમણે યોગાભ્યાસથી શરૂઆત કરી હતી. 

Updated: Sep 17, 2019, 10:47 AM IST
નર્મદે સર્વદે.... પીએમ મોદીએ કર્યા નર્મદા નીરના વધામણાં, નદીને શ્રીફળ-ચૂંદડી અર્પણ કરી

અમદાવાદ :પોતાના 70મા જન્મદિવસ (Narendra Modi Birthday) ને ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત (Gujarat)ના મહેમાન બન્યા છે. પોતાના જન્મદિવસ પર તેઓ નર્મદા ડેમ (Narmada Dam)માં આવેલા નવા નીરના વધામણા કરશે. પરંતુ પોતાના જન્મદિવસ પર વહેલી સવારે હીરાબા (Hiraba)ના આશીર્વાદ લેવાનો તેમનો નિત્યક્રમ તૂટ્યો હતો. મોડી રાત્રે તેઓ ગુજરાત પહોંચ્યા હતા. જેના બાદ સવારે ગાંધીનગર (Gandhinagar) થી કેવડિયા (Kevadia) જવા રવાના થયા હતા. પોતાના જન્મદિવસ પર નિત્યક્રમ મુજબ તેમણે યોગાભ્યાસ (Yoga) થી શરૂઆત કરી હતી. સવારે 8.30 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયા ખાતે ખાસ હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હેલિકોપ્ટરથી નજારો નિહાળ્યું હતું. કેવડિયાના મા નર્મદા (Narmada River)ના નીરના વધામણા કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. પીએમ મોદી (PM Modi) એ કેવડિયા પહોંચીને હેલિકોપ્ટરથી જ નર્મદા ડેમ આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ નજારો તેમણે પોતાના કેમેરામાં કંડારીને તેનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. નર્મદા ડેમ (Statue of Unity)ના એરિયલ વ્યૂનો આ નજારો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. નર્મદા ડેમ જ્યારે આજે છલોછલ છલકાયો છે, ત્યારે ખુદ પીએમ પણ આ આકાશી નજારાને મન ભરીને માણ્યો હતો.  

કેવડિયાથી લાઈવ :

નર્મદા મૈયાની પૂજા કરી 
તમામ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને આખરે પીએમ મોદી નર્મદા મૈયાના નવા નીરના વધામણા કર્યા હતા. શાસ્ત્રોક્ત વિધી સાથે તેમણે નર્મદા નીરના વધામણા કર્યા હતા. સાથે જ નર્મદા મૈયાને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી હતી. નર્મદાના કાંઠે ઉભુ થયેલુ આ ધાર્મિક માહોલમાં પીએમનો જન્મદિવસ ખાસ બની રહ્યો હતો. બ્રાહ્મણોએ પૂજા કરીને સમગ્ર વિધી પૂરી કરાવી હતી. પીએમ મોદીએ નર્મદા મૈયાની આરતી પણ ઉતારી હતી. 

Live : પીએમ પહોંચ્યા કેવડિયા, ડેમ પાસેના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી રહ્યાં છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીથી છલોછલ ભરાયેલ નર્મદા ડેમ પાસે ફોટોશૂટ કરાવ્યું હતું. નદીના કાંઠે ઉભા રહીને તેમણે પોતાના સપનાને પૂરુ થતુ નિહાળ્યું હતું. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો કેવડિયા પહોંચ્યા છે.  

તેમણે ડેમ પાસે બનાવાયેલ સુંદર બટરફ્લાય પાર્કનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પાર્કમાં કેટલાક પતંગિયાઓને છોડ્યા હતા. આ ક્ષણે તેમના ચહેરા પર અનહદ આનંદ જોવા મળ્યો હતો. તેમણે કેકટ્સ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી. વિવિધ પ્રોજેક્ટ્સના નિરીક્ષણ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા રાજ્યપાલ તેમની સાથે હાજર રહ્યાં. વિવિધ પ્રોજેક્ટ્સના નિરીક્ષણ દરમિયાન ચાલતા ચાલતા નર્મદા ડેમના સચિવ રાજીવ ગુપ્તા પાસેથી તમામ માહિતી મેળવી હતી. ચાલતા ચાલતા તેઓ ડેમ તરફ ગયા હતા.

https://lh3.googleusercontent.com/-knCdhKPSICs/XYBgfJSiM2I/AAAAAAAAJMw/-8TMtenDj9YgcRQJ1SzbDHldMCZedkOowCK8BGAsYHg/s0/PM_in_butterfly_park_zee.jpg

પોતાના ટ્વિટર પર એકાઉન્ટ પર વીડિયો શેર કરીને (twitter) પીએમ મોદીએ લખ્યું છે કે, હું કેવડિયા પહોંચી ગયો છું. કેવડિયા પહોંચીને તેઓ નર્મદા ડેમ પાસે ઉભી કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી રહ્યાં છે. 69 વર્ષના સંઘર્ષમાં તેમણે ગુજરાતની જીવાદોરી નર્મદા નદીને લઈને જે પણ સપના જોયા હતા, તે તમામ આજે સાકાર થયા છે. ત્યારે આ અવસરને તેઓ પોતાના જન્મદિવસના પ્રસંગે જ ઉજવી રહ્યાં છે. ગુજરાતના આંગણે પણ 73 વર્ષના સંઘર્ષ અને અડચણો બાદ નર્મદા ડેમનું સપનુ સાકાર થયું છે. હાલ ગુજરાતના ખૂણેખૂણે નર્મદાના નીરના વધામણાની ઉજવણી કરાઈ રહી છે. 

https://lh3.googleusercontent.com/--nTVhlgwZS0/XYBaOjofM1I/AAAAAAAAJMA/NLWx9k4AgaUY-trhFfhp3xWAuED2BMnwwCK8BGAsYHg/s0/PM_At_Kevadia2.JPG

જંગલ સફારી પાર્ક, બટરફ્લાય પાર્કની મુલાકાત લીધી. તેમજ રિવર રાફ્ટીંગ સાઈટની પણ મુલાકાત લીધી. ગુજરાતમાં પહેલીવાર ઉત્તરાખંડ સરકારની મદદથી રિવર રાફ્ટીંગ શરૂ કરાયું છે. સમગ્ર સ્થળે તેઓ થોડો સમય રોકાઈ રહીને સમગ્ર કામગીરી કેવી રીતે કરાઈ છે તેની ચકાસણી કરી રહ્યાં છે. આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે વિકસે તે માટે પીએમ મોદી દ્વારા અથાગ પ્રયાસો કરાયા છે. 

પીએમ મોદીનું કેવડિયાનું શિડ્યુલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયામાં નવી ડેવલપ કરાયેલી ઈકો ટુરિઝમ સાઈટ, રીવર રાફટિંગ સાઈટ, જંગલ સફારી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરીની મુલાકાત લેશે. આ બાદ તેઓ નર્મદા ડેમ પહોંચીને નર્મદા મૈયાના નીરના વધામણાં કરશે. તેઓ ડેમ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ વિશ્વ વનને નિહાળશે. તેઓ ગરુડેશ્વર દત્ત મંદિર ખાતે પીએમ ગરુડેશ્વર વિયર, સંત સમાધિની મુલાકાત બાદ દત્ત મંદિરમાં શિશ ઝૂકાવશે. ત્યાંથી ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લેશે. અંતે 11 કલાકે ડેમ સાઈટ પાસે જાહેર સભાને સંબોધન કરશે. નર્મદાના કાર્યક્રમો પૂર્ણ કરી પીએમ ગાંધીનગર પરત ફરશે. ત્યાર બાદ તેઓ બપોરે હીરાબાના આર્શીવાદ લે તેવી શક્યતા છે. 

દેશભરમાં ઉજવણીનો માહોલ
પીએમ મોદીના જન્મદિવસને લઈને દેશમાં અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીના જન્મદિવસને લઈ અનેક લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં ઠેકઠેકાણે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી ના જન્મદિનની ધામધૂમથી ઉજવણી સુરતમાં કરાઈ હતી. સુરતમાં રાત્રે 12 વાગ્યે આતશબાજી કરાઈ હતી. પીપલોદ વાય જંકશન પર કરાયેલી આતશબાજીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો બીજી તરફ, સરસાણામાં 700 કિલોની કેક આજે કપાશે. 700 ફૂટ લાંબી કેકને 700 લોકો દ્વારા કાપવામાં આવશે.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :