ઝી મીડિયા બ્યૂરો: ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. ત્યારે તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 90 કિમી. દૂર છે. જેને લઇને ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા રાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી તસવીરો સામે આવી રહી છે. જો કે, ગુજરાત પર તૌકતે વાવાઝોડાને લઇને પીએમ મોદીએ રાજ્યના સીએમ રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને સરકારની તૈયારીઓ એંગે ચર્ચા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે દરિયા કિનારાના પ્રભાવિત જિલ્લામાં ઓછામાં ઓછું જાન-માલનું નુકસાન થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સંદર્ભે ગાંધીનગરથી આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ જિલ્લાઓમાં નિયુક્ત મંત્રીઓ અને પ્રભારી સચિવએ સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની સાથે રહીને કરેલી કામગીરીની વ્યક્તિગત ટેલિફોનિક ચર્ચા કરીને પરિસ્થિતિ અને તૈયારીનો તાગ મેળવ્યો હતો.


આ પણ વાંચો:- વાવાઝોડાથી ગુજરાતના આ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત, ભારત સરકારે તમામ મદદની આપી ખાતરી


જો કે, તૌકતે વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સ્થિતીનો સામાનો કરવા માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આ તૌકતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો:- જાણી લો વાવાઝોડા અંગેની A TO Z માહિતી, ક્યારે આવશે શું થશે કેવી તકેદારી રાખવી


તૌકતે વાવાઝોડાનો સામનો કરવા તંત્ર સજ્જ, 1.50 લાખ નાગરિકોનું 930 શેલ્ટર હોમમાં સ્થળાંતર


હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165  કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube