વાવાઝોડાથી ગુજરાતના આ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત, ભારત સરકારે તમામ મદદની આપી ખાતરી
ભારતીય હવામાન વિભાગ દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ સંદર્ભે જણાવ્યું હતું કે, આ સ્ટ્રોમ આજે બપોરે 3.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 110 કિમી દૂર સ્થિત છે. ત્યારે આ તૌકતે વાવાઝોડાને કારણે તેની અરસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો પર જોવા મળી રહી છે
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ જિલ્લાઓમાં નિયુક્ત મંત્રીઓ અને પ્રભારી સચિવએ સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની સાથે રહીને કરેલી કામગીરીની વ્યક્તિગત ટેલિફોનિક ચર્ચા કરીને પરિસ્થિતિ અને તૈયારીનો તાગ મેળવ્યો હતો. જો કે, વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન ટકરાય તેવી શક્યતાઓ છે. પવનની ગતી પણ 155 થી 165 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતા છે.
તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કાંઠે 3 થી 4 મીટરના મોજા ઉછડશે. જ્યારથી હવામાન ખાતાની આગાહી થઈ ત્યારથી ઓછામાં ઓછું નુકશાન થાય તે રીતે તૈયારીઓ કરી દેવાઈ છે. ભારત સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી છે. દરેક પ્રભારી જિલ્લામાં પ્રભારી મંત્રી, સચિવો એડી.ડાયરેકટ ઓફ પોલીસ હાજર રહી માર્ગદર્શન આપી રહ્યા છે.
આ અંગે જિલ્લા કક્ષાના કન્ટ્રોલ રૂમ પર ડે. કલેક્ટર કક્ષાના અધિકારી મોનીટરીંગ કરશે. રાજ્ય કક્ષાના કન્ટ્રોલ રૂમમાં સચિવ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા છે. 108 ના પ્રતિનિધિ પણ હાજર છે. કોમ્યુનિકેશનની વ્યવસ્થા છે. તમામ પ્રકારના નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. વ્યક્તિ અને પશુને ઓછામાં ઓછું નુકશાન થાય. કોઈ જાન હાનીના થાય તેમાટે સ્થળાંતરની કામગીરી કરાઈ છે.
પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ 5 જિલ્લામાં સવા લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. 17 જિલ્લાના 850 ગામોમાંથી કુલ 2 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 19811 માછીમારો તમામે તમામ પાછા આવી ગયા છે.
11 હજારથી વધારે અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડાયા છે. 11 હજારથી વધારે હોરડીગ્સ ઉતારી દેવાયા છે. બચાવ અને રાહતની કામગીરી માટે 44 NDRF 10 SDRF ફાયર બ્રિગેડ, પોલીસ તૈનાત છે. 6 જેટલા રસ્તા બંધ થયા હતા તે ચાલુ થઈ ગયા છે. વાવાઝોડા દરમ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન ન થયા તે માટે પણ કામગીરી કરવામાં આવી છે.
વાવાઝોડું નજીક પહોંચ્યું છે. દરિયા કાંઠાની હોસ્પિટલમાંથી દર્દીને બીજે ખસેડવામાં આવ્યા છે. ઓક્સિજન માટે જરૂરિયાત મુજબ 2 થી 3 દિવસ ચાલે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને વિનંતી કરવામાં આવી છે કે ઘરથી બહાર ન નીકળે અને સરકારની સૂચનાનું પાલન કરે. 17 જિલ્લામાં NDRF ની ટિમો મોકલાઈ છે. દરિયાઈ તમામ જિલ્લામાં ટિમો મોકલાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે