જુનાગઢ: એક દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે વલસાડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બપોરે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. અહીં આવતાં આનંદની લાગણી થઇ હોવાનો ભાવ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અહીં પોતા પણાનો અનુભવ થાય છે. આમેય ગિરનારનો સાદ જ એવો છે કે એમાં જુદાપણું ન હોય. આજે સવારે હું વલસાડ હતો યોજનાઓના લોકાપર્ણ કરવાનો અવસર મળ્યો આનંદ થયો. દેશ બદલાઇ રહ્યો છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે વિવિધ 10 યોજનાનો લક્ષ્ય રાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, આજે હું જોતો હતો કે અહીં ઉત્સાહનું મોજુ ફરી રહ્યું છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ કેમ ન હોય? એ આપણે સપનું જોયું અને હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છીએ. મધ્યમ વર્ગના પરિવાર માટે દવામાં જતા રૂપિયા અટકાવવા માટે આપણે જન ઔષધિ કેન્દ્રો સરૂ કર્યા છે. જેમાં આપણે પૈસા બચાવી રહ્યા છીએ. પરંતુ અગાઉની સરકારોને જનતાની ચિંતા ન હતી. આજે આપણે એક પહેલ કરી અને દેશભરમાં જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. આ દવા ઉત્તમ જ છે. સામાન્ય માનવી આ દવા લે છે અને ખોટા ખર્ચાથી બચી રહ્યો છે. 


હમણાં ડબલ્યુંએચઓનો રિપોર્ટ આવ્યો, ભારતમાં ત્રણ લાખ બાળકોને માત્ર સ્વચ્છતાને લીધે બચાવી શકાય છે. હું કહેતો તો મારી મજાક ઉડાવાતી હતી. પરંતુ અમને આ પાયાના કામ લાગ્યા છે. જો આ કામ 70 વર્ષ પહેલા થયા હોત તો આજે મારો દેશ બિમાર ન પડ્યો હતો. 


આરોગ્ય ક્ષેત્રે આગામી સમયમાં મોટા ફેરફાર થવાના હોવાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આગામી સમયમાં આરોગ્ય ક્ષેત્રે મોટું રોકાણ આવવાનું છે. દર્દીઓના માથે ભારણ ઘટાડાશે. આરોગ્ય યોજનાઓ હેઠળ 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ભોગવશે. 

આજે ગુજરાતની બહેનો પોતાના ઘરમાં પ્રવેશ કરી રહી હતી અને જયારે હું તેમની સાથે વાતો કરતો હતો ત્યારે તેમના મુખ પર જે આત્મવિશ્વાસ જોવા મળ્યો તેનાથી મને આવતીકાલના ઉજ્જવળ ગુજરાતના દર્શન થતા હતા.એક જ દિવસમાં એક જ કલાકમાં 500 કરોડ રૂ. ના ખર્ચે વિકાસના વિવિધ કાર્યોનું જે ખાતમુહુર્ત તથા લોકાર્પણ થઇ રહ્યું છે તે આપણો દેશ બદલાઈ રહ્યો છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. 


ગુજરાત દરેક જીલ્લામાં એક મેડીકલ કોલેજ અને એક હોસ્પિટલના નિર્ણય સાથે આપણે આગળ વધ્યા છીએ. 8 મેડીકલ કોલેજ અને 8 મોટી હોસ્પિટલ એ આવતીકાલના સ્વસ્થ ગુજરાતના સપના સમાન છે. છેલ્લા 70 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે જે કાર્ય નહોતા થયા તેવા કાર્યો અમારી સરકારે 4 વર્ષમાં કર્યા છે. પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ધ્વારા દેશના નાગરિકોને સસ્તા દરે દવા પ્રાપ્ત થઇ રહી છે.

અમારી સરકાર દેશના નાગરિકોના ઉચ્ચત્તમ સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ છે. સરકારે નિર્ણય કર્યો છે આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશભરમાં દર ૩ લોકસભા સીટ વચ્ચે 1 મેડીકલ કોલેજ તથા 1 હોસ્પિટલ બનાવવામાં આવે. 15 ઓગસ્ટથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલી આ યોજનાનો 25 સપ્ટેમ્બરથી સમગ્ર દેશ માટે પ્રારંભ કરવામાં આવશે. 

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું હતું કે અમારા પહેલાની સરકારોએ ખેડૂતોને તેમના પાકનાં વધારે મુલ્ય આપવાના વાયદા આપ્યા હતા પરંતુ તેમણે ક્યારેય કાર્ય પૂરું ના કર્યું. ખેડૂતોને તેમના પાકના મુલ્ય માટે દોઢ ગણું સમર્થન મુલ્ય આપવાનું કાર્ય અમારી સરકારે કર્યું છે. 

આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનું ખાતમુહૂર્ત, 4 કરોડના ખર્ચે બનેલ સાબલપુરના પુલનું લોકાર્પણ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ત્રણ ભવનનું લોકાર્પણ, વેરાવળમાં સરસ્વતી ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ, પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું હતું. 

જૂનાગઢ: PM મોદીના કાર્યક્રમ અગાઉ PAASના 25 કાર્યકરો નજરકેદ, વિરોધની આપી હતી ચીમકી


PM મોદીએ આવાસ યોજનાના નામે મોદીએ બહેનો-માતાઓને આપી ઘરરૂપી ભેટ


પીએમ મોદીનો વિગતવાર પ્રવાસ
વડાપ્રધાન વલસાડથી બપોરે ૧૨.૩૦ કલાકે જૂનાગઢ જવા રવાના થશે અને ૨.૨૫ વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાન આવી પહોંચશે. જૂનાગઢમાં તેઓ રૂ. ૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત  ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનિક ઈન એગ્રો પ્રોસેસિંગ બિલ્ડીંગ, નવી ફિશરીઝ કોલેજના  ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ધાટન કરશે. તેમજ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનો લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ૩ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન એક જ દિવસમાં જૂનાગઢમાં રૂ. ૪૫૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્ન કરવાના છે.


ત્યાર બાદ તેઓ સાંજે ૬.૦૦ કલાકે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે. ત્યારબાદ સાંજે ૭.૩૦ વાગ્યે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બેઠક પૂર્ણ થયે ૮.૩૦ કલાકે અમદાવાદ જવા રવાના થશે. તેઓ રાત્રે ૯.૦૦ વાગ્યે અમદાવાદ હવાઈ મથકેથી ભારતીય વાયુદળના વિમાનમાં નવી દિલ્હી પરત જશે.

પીએમના કાર્યક્રમને લઇને કેટલાક કાર્યકર્તાઓને નજરકેદ કરાયા
વડાધાન નરેન્દ્ર મોદીના વલસાડના કાર્યક્રમને લઈ વલસાડ યુથ કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવે સહિત, ઇરફાન કાદરી અને સંદીપ ગોસ્વામીને ડિટેઇન કરાયા છે. આ ત્રણેય કોંગ્રેસના કાર્યકર્તાને વલસાડ એલસીબી પોલીસ સ્ટેશને લઈ જવાયા છે. આ તરફ પીએમનો વિરોધ બીટીએસ દ્વારા ન કરાય તે માટે નવસારી જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેનાના પ્રમુખ પંકજ પટેલને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી વલસાડ આવવાના હોવાથી ચીખલી પોલીસે તેમને નજર કેદ કર્યા છે.