PM મોદીએ 1100 કરોડનાં પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ, અમિત શાહ, CM રૂપાણી, નીતિન પટેલ સહિતનાં નેતાઓ હાજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 1100 કરોડના કામોનું લોકાર્પણ કરશે. પુન:નિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ પંચતારક હોટલના લોકાર્પણ સાથે જ ગુજરાતને અનેકવિધ વિકાસ કામો (Naye Bharat Ka Naya Station) ની ભેટ આપી હતી. વડાપ્રધાને આજે 4 વાગ્યે ગાંધીનગરનાં અદ્યતન નવીનીકરણ અને કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway station) સહિત 8 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 1100 કરોડના કામોનું લોકાર્પણ કરશે. પુન:નિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ પંચતારક હોટલના લોકાર્પણ સાથે જ ગુજરાતને અનેકવિધ વિકાસ કામો (Naye Bharat Ka Naya Station) ની ભેટ આપી હતી. વડાપ્રધાને આજે 4 વાગ્યે ગાંધીનગરનાં અદ્યતન નવીનીકરણ અને કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway station) સહિત 8 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
PM Modi આવતીકાલે એક્વાટિક્સ, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું કરશે ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું, કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બને. આ સપનું સાકાર થઇ ચુક્યું છે. ગાંધીનગરને મળી રહ્યું છે. રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન…! આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે 318 રૂમથી સજ્જ પંચતારક બિઝનેસ હોટેલ. આજે 16 જુલાઈએ સાંજે 4 વાગ્યે વડાપ્રધાન રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ સ્ટેશન અને આધુનિક ફાઇવસ્ટાર બિઝનેસ હોટેલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
સાયન્સ સિટી 2.0 માં આખા કેમ્પસની કાયાપલટ થઈ, તસવીરો જોઈને અમેરિકામાં આવ્યા જેવુ લાગશે
જ્યા ક્યારેક ચા વેચી હતી એ સ્ટેશનનું પણ ઉદઘાટન કર્યું
પીએમ મોદી આજે વડનગર રેલવે સ્ટેશન (vadnagar railway station) નું વરચ્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. આ એ જ રેલવે સ્ટેશન છે, જ્યાં પીએમ મોદી ક્યારેય ચા વેચતા હતા. વડનગર રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ છે. ઉદઘાટનની સાથે વડનગર બ્રોડગેજ સેન્ટ્રલ રેલવેના માધ્યમથી દેશના અન્ય ભાગો સાથે જોડાશે. તેને વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કટિ અંતર્ગત બનાવવામાં આવ્યુઁ છે. વડનગર સ્ટેશનની ઈમારત પથ્થરના નક્શીકામથી બનાવાઈ છે. સમગ્ર સ્ટેશનને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. સ્ટેશન પર બે મુસાફર પ્લેટફોર્મ અને ફૂટઓવર બ્રિજ છે. આ સાથે જ મુસાફરો માટે કેફેટેરિયા અને વેઈટિંગ રૂમ પણ બનાવાયો છે. પીએમ મોદી (PM Modi) ના બાળપણ સાથે આ યાદો જોડાયેલી છે. જ્યારે તેઓ પોતાની ચાની કીટલી પર કામ કરતા હતા અને ટ્રેનના મુસાફરોને ચા આપતા હતા.
PM મોદી જે હોટલનું લોકાર્પણ કરવાનાં છે તેની તસ્વીર અને VIDEO જોઇ આંખો અંજાઇ જશે
આ ઉપરાંત સાયન્સ સિટી (Science City) માં નિર્માણ પામેલાં 5D થીએટર અને 11,600 થી વધું માછલીઓ ધરાવતી એક્વાટિક ગેલેરી, રોબો કેફે સહિત 202 રોબોટ્સ ધરાવતી રોબોટિક ગેલેરી અને મિસ્ટ ફોરેસ્ટ તથા 15 સ્કલ્પ્ચર ધરાવતાં નેચર પાર્કનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો વર્ચ્યુઅલ શુભારંભ. ગાંધીનગરથી વરેઠા વચ્ચે મેમુ સેવાનો વર્ચ્યુઅલ શુભારંભ પણ કર્યો હતો.
Gandhinagar-Varanasi Train ને દિલ્હીથી PM મોદીએ વર્ચ્યુઅલ લીલીઝંડી આપી
અમિત શાહ વીડિયો કોન્ફરન્સથી જોડાયા
આ શુભ અવસરે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભારત સરકારનાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓ અને ભાજપનાં અનેક પદસ્થ નેતાઓ અને અન્ય લોકો પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube