ઓક્ટોબર મહિનાના અંતમાં ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી શકે છે PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી શકે છે.
હિતલ પારેખ, ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઓક્ટોબર મહિનાના અંતમાં ફરી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. બે દિવસના ગુજરાત પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ છે. એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ગુજરાત આવી જાય તેવી શક્યતા છે. કેવડિયામાં નવા પ્રોજેક્ટનું ખામુહૂર્ત અને લોકાર્પણનું આયોજન પણ છે.
31 ઓક્ટોબરે પીએમ મોદી કેવડિયામાં આપી શકે છે હાજરી
પ્રાપ્ત વિગત અનુસાર પ્રધાનમંત્રી મોદી આ મહિનાના અંતમાં ફરી ગુજરાતના પ્રવાસે આવશે. 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. કેવડિયા ખાતે નવા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના સંભવિત પ્રવાસને લઈને કેવડિયા ખાતે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ દર વર્ષે સરદાર પટેલની જન્મજયંતિના દિવસે અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચોઃ BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન
સરકારના મુખિયા તરીકે પીએમ મોદીના 20 વર્ષ પૂરા
આજે નરેન્દ્ર મોદીના સુશાસનનાં 20 વર્ષ પૂર્ણ થયા. આજથી 20 વર્ષ પહેલાં 7 ઑક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. છેલ્લાં 20 વર્ષથી નરેન્દ્ર મોદી દેશના નાગરિકો માટે પ્રધાનસેવક તરીકે અવિરત કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની સીએમથી પીએમ સુધીની સફરના આજે બે દાયકા પૂર્ણ થયા. નરેન્દ્ર મોદીના સાર્વજનિક કાર્યાલયમાં 20 વર્ષ પૂરા થયા હોવાથી ભાજપ 20 દિવસનું સેવા અને સમર્પણ અભિયાન ચલાવી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ છેલ્લા 20 વર્ષેમાં અને ખાસ કરીને છેલ્લાં 7 વર્ષમાં અમુક એવા મોટા નિર્ણયો કર્યા છે જેનાથી દેશભરમાં મોટા બદલાવો આવ્યા.
2001માં બન્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી
7 ઓક્ટોબર 2001એ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.. તેમને લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેવાની રેકોર્ડ બનાવ્યો. મહત્વની વાત છે કે, સીએમથી પીએમ સુધીની રાજકીય સફરમાં નરેન્દ્ર મોદીએ ક્યારેય ચૂંટણીમાં હારનો સામનો નથી કરવો પડ્યો. પીએમ મોદીની આ લાંબી અને ઐતિહાસિક સફરની શરૂઆતના અનેક સાથીઓ તેમની સાથે હતા અને હજુ પણ તેમની સાથે છે. બિનઅનુભવી તરીકે શરૂ કરેલી રાજકીય સફરના તેમના સફળતા પૂર્વક 20 વર્ષ પૂરા કર્યા અને દુનિયાભરમાં ભારતનું નામ આગળ લાવવાના પ્રયાસ કર્યા...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube