સુરત :જુનાગઢની જનસભામાં મંચ પરથી કોંગ્રેસ પર પ્રહારો કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા છે. અહીં તાપીના સોનગઢમાં તેઓ સભા સંબોધી હતી. સોનગઢમાં તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ઠેર ઠેર પોસ્ટર અને બેનર સાથે સભામાં મોદી-મોદીના નારા લગાવવામાં આવી રહ્યાં છે. પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા માવજીભાઈ ચૌધરીને આવકાર્યા હતા. માવજીભાઈ ચૌધરી તાપી-સુરત પંચાયત પૂર્વ પ્રમુખ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપીના સોનગઢમાં પ્રધાનમંત્રી મોદીનો કોંગ્રેસ પર વાર કરકા કહ્યું કે, ગુજરાતના ત્રણ દિકરાઓ પર કોંગ્રેસે કર્યાં જાત જાતના અખતરા કર્યાં. સરદાર, મોરારજી ભાઇ અને હવે મને પૂરો કરવા કોંગ્રેસ પ્રયાસો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ સોનગઢમાં જાહેર સભા દરમિયાન વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, 23 મેનાં રોજ પરિણામ આવશે ત્યારે દેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે.


પીએમ મોદીની બાયોપિક પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, 11 એપ્રિલે થવાની હતી રિલીઝ


આતંકવાદ મુદ્દે પીએમ મોદીએ શું કહ્યું...
તેમણે આતંકવાદ અને કોંગ્રેસ વિશે કહ્યું કે, પડોશનો એક જ ધંધો છે આતંકવાદ એક્સપોર્ટ કરો. કોંગ્રેસે જ ચૂંટણી ઢંઢેરો બહાર કાઢ્યો એ સરદારના વિચારોથી એકદમ વિપરીત છે. દેશના ટુકડા કરનારા રાષ્ટ્રદ્રોહી કહેવાય છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, અમે રાષ્ટ્રદ્રોહનો કાયદો જ કાઢી નાખીશું. સરદાર પટેલ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત હતા. જે સમસ્યા તેઓ ઉકેલી શક્તા હતા, તે રસ્તે ચાલવાનો અમે પ્રયાસ કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટી અને પરિવાર માટે સરદાર કણાંની જેમ ખૂંચતા હતા. બાદમાં મોરારજી સામે વાંધો પડ્યો. હવે મને તમે મોકલ્યો, તેથી તેમને વધુ તકલીફ થઈ. આ તો અમારા ગોત્રનો જ નથી. આ તો ચાવાળો છે. મનથી પોતાને રાજા-મહારાજા માનનારા લોકો ચા-વાળાનો સ્વીકાર કરી શકે ખરા. 


એક જમાનો હતો કે આતંકવાદી હુમલા બાદ સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહેતી. ગુજરાતને જેમ શાંતિથી જીવતા કર્યા, તેમ દેશમાં પણ કરવુ પડે ને. આખા દેશમાં શાંતિ અને સદભાવનાનું વાતાવરણ પેદા કરવા આતંકવાદને યેનકેન પ્રકારે ખતમ કરવો પડે. આતંકવાદને ખાતર-પાણી અને ઉછેર પડોશમાં થતો હોય, અને આપણે ભારતમાં આતંકવાદ નાબૂદ કરવાના ખેલ કરીએ તો શું થાય. મેં ત્યાં જઈને કર્યું, તો તેમને ત્યા પણ વાંધો પડ્યો. 


કોંગ્રેસ પાર્ટીને ‘અલવિદા’ કહેવા અંગે શું કહ્યું અલ્પેશના સાથી ધવલસિંહ ઝાલાએ...જુઓ


કોંગ્રેસે મધ્યપ્રદેશમાં રૂપિયા ખંખેર્યા
દેશનુ બીજુ કેન્સર ભ્રષ્ટાચાર છે. દિલ્હીને જઈને પણ આપણે એવો દબદબો કર્યો છે કે, જે દેશની જનતાનું લૂટ્યુ છે તેને પરત કરાવવુ પડશે. કોંગ્રેસ કહે છે ચોકીદાર ચોર છે, અને રૂપિયા મધ્યપ્રદેશમાં તેમની પાસેથી નીકળે. હવે મને ખબર પડી કે તેમને નોટબંધીથી અકળામણ થાય છે. કેમ કે છાશવારે રૂપિયા ભેગા કરવાની આદત છે. હજી તો મધ્યપ્રદેશમાં સરકાર બની જ છે. પહેલા જ દિવસે એક જ કલાકમાં 280 કરોડ નીકળ્યા છે. ગરીબના મોઢામાંથી કોળિયો છૂટવી લે એને ઈશ્વર માફ કરે ખરી. 
  


સુરત Video : ચાલુ કાર્યક્રમમાં પરેશ ધાનાણી જે સોફા પર બેસ્યા હતા, તે ધડામ કરીને તૂટ્યો


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભા 2019ની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર થયા બાદ પીએમ મોદીની આ પહેલી ગુજરાત વિઝીટ છે. જેમાં તેમણે ગુજરાતના મતદારોમાં ભાજપની જીતનું રણશીંગુ ફૂક્યું છે. સવારે જુનાગઢની સભામાં તેમણે કોંગ્રેસ પર મધ્યપ્રદેશમાં પડેલી રેડને લઈને શાબ્દિક પ્રહારો કર્યા હતા.